ધ્રોલના માણેકપર ગામે પ્રૌઢને પોતાના ઘરે ચક્કર આવતાં બેશુદ્ધ થઇ જતાં સારવારઅર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં વસવાટ કરતાં ઉમેશભાઇ લખમણભાઇ બરાંભિયા (ઉ.વ.58) નામના પ્રૌઢ તા. 18ના સવારના સમયે ધ્રોલના માણેકપર ગામે પોતાના ઘરે હતા. આ દરમ્યાન અચાનક ચક્કર આવતાં બેશુદ્ધ થઇ ઢળી પડયા હતા. તેમને તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે રણછોડભાઇ લખમણભાઇ બરાંભિયાએ પોલીસને જાણ કરતા ધ્રોલ હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


