મૂળ ગજણા ગામના અને હાલ જામજોધપુરના વૃદ્ધને શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ મૂળ લાલપુર તાલુકાના ગજણા ગામના અને હાલ જામજોધપુર, રાજાધિરાજ ફાઉન્ડેશન ખાતે રહેતાં નિવૃત્ત વૃદ્ધ ઘેલાભાઇ ઉર્ફે ઘેલુભાઇ મૂળજીભાઇ નડિયાપરા (ઉ.વ.68)ને તા. 16ના રાત્રિના સમયે શ્ર્વાસ લેવામાં તકલીફ પડતાં સૌપ્રથમ જામજોધપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં બીપી વધઘટ થતાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં વધુ સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. જી. જી. હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન શ્ર્વાસ લેવામાં તકલીફ અને બીપી વધઘટને કારણે હૃદયરોગના હુમલાથી તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવ અંગે મનસુખભાઇ ધનજીભાઇ નડિયાપરાએ પોલીસને જાણ કરતાં હે.કો. આર. કે. કંડોરિયા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


