પવિત્ર ધામ કેદારનાથમાં તાજેતરમાં જ મોસમની અદ્ભુત બરફવર્ષા થઈ છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસર અને આસપાસની પહાડીઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. દાદા કેદારના મંદિર પર પડતા સફેદ બરફના કણો અને ચારેય તરફ છવાયેલી શાંતિ વાતાવરણને અલૌકિક અને મંત્રમુગ્ધ કરનારું બનાવે છે.
ઉંચા હિમાલયના પહાડો વચ્ચે વસેલું આ ધામ બરફવર્ષા બાદ સાચે જ ધરતી પરના સ્વર્ગ સમાન પ્રતીત થઈ રહ્યું છે. તીવ્ર ઠંડી હોવા છતાં, બાબા કેદારના આ મનમોહક રૂપને કેમેરામાં કેદ કરવા અને આ દિવ્ય નજારાના સાક્ષી બનવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
ચારેય તરફ ફેલાયેલી આ શ્વેત સુંદરતા અને ‘હર હર મહાદેવ’ના નાદથી સમગ્ર કેદારનાથ ઘાટી ભક્તિમય અને સુંદર બની ગઈ છે.


