Friday, September 18, 2026
HomeUncategorizedસમસ્ત વણિક એકતા મંચ-જામનગરના હોદેદારોનો પદગ્રહણ સમારોહ

સમસ્ત વણિક એકતા મંચ-જામનગરના હોદેદારોનો પદગ્રહણ સમારોહ

સમસ્ત વણિક એકતા મંચ-જામનગરના હોદેદારોનો પદગ્રહણ સમારોહ તા. 20ના સાંજે 5.30 વાગ્યે કુંવરબાઈ ધર્મશાળા, જેલ રોડ, જામનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

- Advertisement -

છેલ્લા 25 વર્ષથી રાજ્યભરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. છબીલદાસ મહેતાએ સ્થાપેલી વિશ્વ વણિક સામાજીક સંગઠન સંસ્થા જુદા-જુદા વાળા અને ફીરકામાં વહેંચાયેલા તમામ ફિરકાઓને એક કરીને તેમના ઉત્કર્ષ, એકતા અને સમૃદ્ધિ માટે કાર્ય કરી રહી છે.

દરેક ગામ અને શહેરોમાં સમસ્ત વણિક એકતા મંચ નામની શાખાઓ શરૂ કરી રહી છે. ગુજરાતની 51મી શાખા જામનગર ખાતે શરૂ કરવામાં આવી રહી છે અને તેના પ્રથમ પ્રમુખ વ્યાપારી જીજ્ઞેશભાઇ પ્રફુલ્લચંદ્ર વીપાણીની બહુમતી અને સર્વાનુમતે નિમણુક કરવામાં આવી છે. ત્યારે આવતીકાલ તારીખ 20ના જામનગર શહેરની સમસ્ત વણિક એકતા મંચ-જામનગર શાખાના તમામ હોદ્દેદારો તથા સમસ્ત વણિક એકતા મંચની મહિલા શાખાના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોના પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ સાથે જ સમસ્ત વણિક એકતા મંચ ની જામનગર શાખા કાર્યરત થશે. જામનગરની આ શાખા આગામી દિવસોમાં સમસ્ત વણિક સમાજ માટે નવરાત્રીનું આયોજન કરશે અને સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં જામનગર શહેરના તેજસ્વી વણિક વિદ્યાર્થીઓનો વણિક વિદ્યાર્થી સન્માન સમારંભ આયોજિત કરવામાં આવશે.

આ કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે વિશ્વ વણિક સામાજિક સંગઠનના ટ્રસ્ટી અને જામનગર કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, હિતેષભાઈ માલદે, ખુશ્બુબેન શેઠ, જયેશભાઈ ઉદાણી, તરુણભાઇ પટેલ, નીશીતભાઈ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -

પદગ્રહણના કાર્યક્રમમાં વિશ્વ વણિક સામાજિક સંગઠનના અધ્યક્ષ ભરતભાઈ ડેલીવાળા, પ્રકાશભાઈ સોની, ચંદ્રકાંતભાઈ શેઠ, મુકેશભાઈ ધોળકિયા, અતુલભાઇ મોદી, પ્રોફેસર વી. એસ. દામાણી, અમિતભાઈ શેઠ, જયેશભાઈ ધ્રુવ, ધારાસભ્ય પંકજભાઈ મહેતા, પીયૂષભાઈ મહેતા, કમલેશભાઈ શાહ, નરેશભાઈ કૈલા, કિશોરભાઈ શાહ, રાજુભાઈ શાહ, પરિમલભાઈ મોદી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ વિશ્વ વણિક સામાજીક સંગઠનના સંગઠન મંત્રી મુકેશ ધોળકિયાની યાદી જણાવે છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular