Friday, September 18, 2026
Homeરાજ્યજામનગરરામપરના પાટિયા પાસે ટ્રાન્સપોર્ટના કેમ્પસમાં તસ્કરો ત્રાટકયા

રામપરના પાટિયા પાસે ટ્રાન્સપોર્ટના કેમ્પસમાં તસ્કરો ત્રાટકયા

ટ્રકના વાયર, ઇન્વર્ટરની બેટરી સહિતની માલમત્તાની ચોરી : પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ

રામપરના પાટિયા પાસે આવેલ શ્રી મોમાઇ ટ્રાન્સપોર્ટના કેમ્પસમાંથી ટ્રકની ઇસીએમ, ઇલેકટ્રીક વાયર તથા ઇન્વેર્ટરની બેટરી સહિતના માલસામાનની ચોરી થયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા આ અંગે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામનગરના નૂરી પાર્ક, શેરી નંબર ત્રણમાં રહેતાં અસ્ફાક અબામમદ હમદાણીએ પંચકોષી ‘એ’ ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રામપરના પાટિયા પાસે આવેલ શ્રી મોમાઇ ટ્રાન્સપોર્ટમાં તા. 14ના રાત્રિના સમયે કોઇ ત્રણ અજાણ્યા શખ્સોએ ટ્રાન્સપોર્ટની દીવાલ કુદી કેમ્પસની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. કેમ્પસમાં રહેલ ટ્રકની રૂા. 32 હજારની કિંમતની એક નંગ ઇસીએમ ઇલેક્ટ્રીક વાયર લૂમ, રૂા. 25 હજારની કિંમતની ટ્રકની મેઇન ઇસીએમ લૂમ વાયર તથા રૂા. 12 હજારની કિંમતની આલ્ફા કંપનીની ઇન્વર્ટરની બેટરી સહિત કુલ રૂપિયા 69,000ની માલમત્તાની ચોરી કરી નાસી ગયા હતા. આ અંગે અસ્ફાકભાઇની ફરિયાદના આધારે પંચ ‘એ’ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular