Monday, September 7, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં તહેવારો દરમ્યાન આપઘાત-અપમૃત્યુના ચાર બનાવ

જામનગરમાં તહેવારો દરમ્યાન આપઘાત-અપમૃત્યુના ચાર બનાવ

બિમારીથી કંટાળી યુવાનનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત : આર્થિક તંગીથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી : કૂવામાંથી મોટર કાઢતાં ડૂબી જવાથી યુવાનનું મોત

જામનગરના ગુલાબનગરમાં રહેતાં યુવાને તળાવની પાળ પાસે ઝેરી ટીકડા પી લેતાં સારવારઅર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવારઅર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. મૂળ મધ્યપ્રદેશના અને હાલ કાલાવડ રહેતાં યુવાન અકસ્માતે કૂવામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજયું હતું. જામનગરના ગોકુલનગરમાં રહેતાં યુવાનને પેટમાં દુ:ખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ જી. જી. હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું. કાલાવડ નાકા બહાર રહેતી યુવતીએ આર્થિક તંગીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવારઅર્થે જી. જી. હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગરના ગુલાબનગર, લકકી હોટલવાળો ઢાળિયો ઉતરતા શ્રી રામ મકાનમાં રહેતાં દીપેન રમેશ કણજારિયા (ઉ.વ.29) નામના યુવાનને પેટમાં પથરીનો દુ:ખાવો રહેતો હોય જેનાથી કંટાળી ગત્ તા. 18 ઓગસ્ટના સાંજના સમયે ગોવાળ મસ્જિદ પાસે તળાવની પાળની અંદર પોતાની જાતે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને સૌ પ્રથમ સારવારઅર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવારઅર્થે રાજકોટની લેન્ડમાર્ક હોસ્પિટલ ખાસે લઇ જવાયો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતાં તા. 03 સપ્ટેમ્બરના તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે રમેશભાઇ નરશીભાઇ કણઝારિયાએ પોલીસને જાણ કરતાં સિટી ‘એ’ હે.કો. એમ. વી. ચુડાસમાએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ મૂળ મધ્યપ્રદેશના કોહીવાવ ગામના અને હાલ કાલાવડના નાની વાવડી ગામે રહીને ખેતમજૂરી કરતાં મડુભાઇ સેનિયાભાઇ ઢાકિયા (ઉ.વ.30) નામના યુવાન ગત્ તા. 03ના વાડીએ કૂવામાં મોટર બહાર કાઢવાનું કામ કરતા હતા ત્યારે અકસ્માતે કૂવામાં ખાબકયા હતા. આ દરમ્યાન તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા અને કૂવામાં રહેલા પાણીમાં ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે મસ્તાનભાઇ દ્વારા પોલીસને જાણ કરાતા કાલાવડના હે.કો. ડી. એસ. જાડેજાએ મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં સંજયસિંહ ભીખુભા ચુડાસમા (ઉ.વ.30) નામના યુવાનને પેટમાં દુખાવો ઉપડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવારઅર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ યુવાનને જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે લઇ જવાયો હતો. ત્યાંથી ફરિયાદી સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘સી’ હે.કો. એચ. એ. પરમારએ મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો બનાવ જામનગરના કાલાવડ નાકા બહાર રહેતાં આશિયાનાબેન સમીરશા શાહમદારના પતિ સમીરશાને ત્રણેક માસ પૂર્વે પડી જવાથી કમરમાં લાગ્યું હતું. જેના કારણે તેઓ ત્રણેક માસથી કામ પર જઇ શકતા ન હતા. જેના કારણે ઘરમાં આર્થિક તંગી રહેતી હતી. આર્થિક તંગીના કારણે કંટાળીને આશિયાનાબેન ગત્ તા. 22 ઓગસ્ટના રાત્રિના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતાં સારવારઅર્થે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેણીનું તા. 04 સપ્ટેમ્બરના મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે સોહિલશાએ પોલીસને જાણ કરતાં સિટી ‘એ’ પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular