Friday, September 18, 2026
Homeરાજ્યહાલારઘરકામના ભારણથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો

ઘરકામના ભારણથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો

બે-ત્રણ દિવસથી ગૂમસૂમ રહેતા હોય આપઘાત : પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ

પરિણીતાને ઘરના કામનું ભારણ હોય જેના કારણે પ્લાસ્ટીકની દોરી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતાં મધુબેન ચંદુભાઇ વઘેરા (ઉ.વ.55)ને ઘરના કામનું ભારણ વધુ પડતું રહેતું હોય જેના કારણે બે-ત્રણ દિવસથી ગુમસુમ અને ચિંતામાં રહેતાં હતાં. આ દરમ્યાન તા. 13ના બપોરના સમયે તેમના ઘરની ઓસરીની છતમાં ઝુમરના નકૂચામાં પ્લાસ્ટીકની દોરી વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે મૃતકના પતિ ચંદુભાઇએ પોલીસને જાણ કરતા હે.કો. બી.એચ.લાંબરિયા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular