Friday, October 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ડુપ્લીકેટ દારૂના રેકેટનો પર્દાફાશ - VIDEO

જામનગરમાં ડુપ્લીકેટ દારૂના રેકેટનો પર્દાફાશ – VIDEO

જામનગર શહેરમાં નવાગામની મધુવન સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી એલસીબી પોલીસે નકલી દારૂ બનાવવાના કારસાનો પર્દાફાશ કરી બે શખ્સોને ઝડપી લીધાં હતાં. પોલીસે રેઇડ દરમ્યાન દારૂ ભરવા માટે પ્લાસ્ટીકની ખાલી બોટલો, ઢાંકણા, ડુપ્લીકેટ દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલ આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

તાજેતરમાં ભાવનગર જિલ્લામાં નકલી દારૂએ અનેક લોકોનો ભોગ લીધાની દુર્ઘટના સામે આવી હતી. ત્યારે આવી જ ઘટના જામનગરમાં સર્જાય તે પૂર્વે પોલીસે નકલી દારૂ બનાવવાના કારસાનો પર્દાફાશ કરતાં મોટી ઘાત ટળી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ (ઘેડ)માં આવેલ મધુવન સોસાયટીમાં સમંદરસિંગ ભરતસિંગ નામના શખ્સના રહેણાંક મકાને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારસ્તાન ચાલતુ હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એલસીબી તથા સિટી ‘બી’ પોલીસે રેઇડ દરમ્યાન કેમિકલ (સ્પિરીટ), કલર, એસેન્સ, ડુપ્લીકેટ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકની બોટલ, અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર, ઢાંકણા સહિતનો મુદામાલ કબ્જે કરી સમંદરસિંગ ભરતસિંગ ખટાણા, વિશ્ર્ણુ ગુર્જર તથા રીંકુસિંગ પરશુરામસિંગ કુશવાહા સહિતના ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સમંદરસિંગ ખટાણા અને વિશ્ર્ણુ ગુર્જર નામના બે શખ્સો વિરૂદ્ધ દારૂ બનાવવા અને રીંકુસિંગ વિરૂદ્ધ દારૂ બનાવવા માટે મંગાવેલ કેમિકલ અને ખાલી બોટલોનો નાશ કરવા અંગેનો ગુનો દાખલ કર્યો છે.

- Advertisement -

પોલીસે બે આરોપીઓને ઝડપી લઇ અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીઓની પૂછપરછ દરમ્યાન સમંદરસિંગે જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલાં રાજસ્થાનમાં રહેતાં તેના મિત્ર વિશ્ર્ણુ ગુર્જર સાથે મળીને જામનગરમાં રસાયણનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ દારૂ બનાવવાનું નક્કી કરીને મુંબઇથી એક ટ્રાન્સપોર્ટ કંપની મારફતે આશરે 1000 કિલો રસાયણ જામનગર મોકલાવ્યું હતું. જો કે, આ રસાયણ 15 જાન્યુઆરી 2026ના સમંદરસિંગે જામનગરમાં છોડાવ્યાનું તપાસમાં ખુલ્યું હતું.

પોલીસ તપાસમાં સમંદરસિંગે વધુમાં કેફિયત આપી હતી કે, એક લીટર રસાયણમાં દોઢ લીટર પાણી સાથે કલર, એસન્સ ભેળવીને ડુપ્લીકેટ દારૂ બનાવામાં આવતો હતો. આ માટે જરૂરી કાચો માલ એકઠો કરીને તેમાં પ્રવાહી ભરીને અલગ અલગ બોટલોમાં ભરી તેના પર સ્ટીકર લગાવવાના હતા.

આ પ્રકરણમાં અન્ય કોઇ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ? 1000 લીટર રસાયણનો જથ્થો કયા હેતૂથી મંગાવાયો હતો? તેમાંથી કેટલો જથ્થો ઉપયોગ કરાયો હતો? તે સહિતની બાબતો અંગે એસપી ડો. રવિ મોહન સૈનીની સૂચના હેઠળ એલસીબી તથા સિટી ‘બી’ પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular