Monday, September 7, 2026
Homeરાજ્યહાલારઓવરટેક કરવા બાબતે બે કારચાલકો વચ્ચે ઝઘડો

ઓવરટેક કરવા બાબતે બે કારચાલકો વચ્ચે ઝઘડો

ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી : ઝપાઝપી દરમ્યાન સોનાનો ચેઇન તૂટીને પડી ગયાની ફરિયાદ

સાપર ગામના પાટિયા પાસે વાહન ઓવરટેક કરવા બાબતે બે કારચાલકો વચ્ચે ચાલુ વાહને બોલાચાલી થઇ હતી. ત્યારબાદ આરોપીએ કાર ઉભી રખાવી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપી દરમ્યાન રૂા. 80 હજારનો સોનાનો ચેઇન તૂટીને પડી ગયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ લાલપુરના નવાગામ વિસ્તારમાં રહેતાં રાણશીભાઇ જેશાભાઇ હાથિયાએ સિક્કાના અર્જુનસિંહ વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તા. 05ના રાણશીભાઇ પોતાની જીજે27 ટીએફ 8083 નંબરની બોલેરો કાર લઇને સાપર ગામના પાટિયા તરફ જતા હતા. આ દરમ્યાન ઓવરટેક કરતાં સમયે ક્રેટા કારના ચાલકે અર્જુનસિંહની ક્રેટા કાર પાસેથી ઓવરટેક કરતાં આ વાતનો ખાર રાખી સિક્કા પાટિયા પાસે સાંઇ ઢાબા હોટલ પાસે આરોપીએ ફરિયાદીની કાર રોકાવી હતી અને જેમ ફાવે તેમ ગાળો બોલી ધક્કો મારી ફરિયાદીને તેની કાર સાથે અથડાવી અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમ્યાન ઝપાઝપીમાં ફરિયાદીએ ગળામાં પહેરેલ રૂપિયા 80 હજારની કિંમતનો સોનાનો ચેઇન તૂટીને પડી ગયો હતો.

રાણશીભાઇ દ્વારા અર્જુનસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના હે.કો. એ. એચ. નોઇડા દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular