જામનગરના નાની વયના બે પ્રતિભાશાળી બાળકોએ રોબોટિક્સ, STEM, સાયન્સ અને આર્ટના અનોખા સંયોજન દ્વારા શહેરનું નામ રોશન કર્યું છે. યજ્ જય બારાઇ અને સ્માહી મિહિર મહેતાએ વર્લ્ડ STEM એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ (WSRO)ના રિજનલ લેવલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ‘ફ્યુચર ઇનોવેટર્સ’નો પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામે કર્યો છે.
૧૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે WSROની રિજનલ લેવલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો. જામનગરના આ બંને બાળકોએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક સમજ અને પ્રેઝન્ટેશન કૌશલ્યના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ‘ફ્યુચર ઇનોવેટર્સ’નું ટાઇટલ મેળવ્યું હતું.
માત્ર ૬ અને ૭ વર્ષની ઉંમરે મોટી સિદ્ધિ મેળવીને પરીવાર અને જામનગરનુ નામ રોશન કર્યુ છે.
યજ જય બારાઇ અને સ્માહી મિહિર મહેતા માત્ર ૬ અને ૭ વર્ષની ઉંમરના છે અને ધોરણ-૧માં અભ્યાસ કરે છે. આટલી નાની ઉંમરે બંને બાળકોએ રોબોટિક્સ અને STEM ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
બંને બાળકોએ જામનગરની રોબોફન લેબ (Robofun Lab) ખાતે ત્રણ મહિનાની સઘન અને મહેનતભરી તૈયારી કરી હતી. સ્પર્ધા માટે તેમણે સતત પ્રેક્ટિસ કરી પોતાના મોડેલની સાથે તેની વાર્તા અને પ્રેઝન્ટેશન પણ તૈયાર કર્યું હતું.
‘મિશન એનર્જી – એનર્જી થ્રુ ટાઈમ’ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. WSRO દ્વારા આપવામાં આવેલી ‘Science + Art’ થીમ હેઠળ બાળકોએ ‘Mission Energy – A Journey Through Time’ વિષય પસંદ કર્યો હતો.
આ પ્રોજેક્ટમાં તેમણે પ્રાચીનકાલના ઊર્જાના ઉપયોગથી લઈને ભવિષ્યની સ્વચ્છ ઊર્જા સુધીની સફરને સુંદર રીતે રજૂ કરી હતી. બાળકોએ પોતાના મોડેલમાં ઊર્જાના ચાર યુગ દર્શાવ્યા હતા.
બાળકોએ તૈયાર કરેલા મોડેલમાં કુલ ૨૮ જેટલા સ્ટ્રક્ચર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મોડેલને માત્ર પ્રદર્શન તરીકે નહીં પરંતુ એક રસપ્રદ વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હતું.
સાયન્સ અને આર્ટના સંયોજન સાથે તૈયાર કરાયેલા આ મોડેલ દ્વારા બાળકોે ઊર્જાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને સરળ અને આકર્ષક રીતે સમજાવ્યું હતું.
ત્રણ મહિનાની સખત મહેનત, સતત પ્રેક્ટિસ અને માર્ગદર્શનના પરિણામે બંને બાળકોએ રિજનલ લેવલ પર આ પ્રતિષ્ઠિત સિદ્ધિ મેળવી છે.
જામનગરના બન્ને બાળકો સપ્ટેમ્બરમાં નેશનલ લેવલની સ્પર્ધામા ભાગ લઈ જામનગર અને પરિવારનું નામ રોશન કરશે.
રિજનલ લેવલમાં ‘ફ્યુચર ઇનોવેટર્સ’નો ખિતાબ મેળવ્યા બાદ હવે બંને બાળકો આગામી રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા રજૂ કરશે અને જામનગરનું નામ વધુ ઊંચું લાવવાના પ્રયાસ કરશે.
બાળકોના પરિવારજનો અને માર્ગદર્શકોમાં આ સિદ્ધિને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આટલી નાની ઉંમરે સાયન્સ, આર્ટ, STEM અને રોબોટિક્સ ક્ષેત્રે બાળકોની આ સિદ્ધિ અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બની છે.


