Thursday, August 6, 2026
HomeUncategorized“જેવું કરો તેવું ભરો” શાંતિથી જતા આખલા પર પથ્થર મારતાં જ આખલો...

“જેવું કરો તેવું ભરો” શાંતિથી જતા આખલા પર પથ્થર મારતાં જ આખલો ભડક્યો, સીસીટીવી વાયરલ”

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ CCTV ફૂટેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક ગલીમાંથી યુવાન સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી એક આખલો (ઢોર) આવે છે. યુવાન ખૂબ જ સમજુતીપૂર્વક સાયકલ સાઈડમાં કરી લે છે.

- Advertisement -

એવામાં એક ઘરનો મુખ્ય દરવાજો ખુલે છે અને અંદરથી એક વ્યક્તિ બહાર આવે છે. તે વ્યક્તિ ગલીમાં શાંતિથી જતાં આખલા પર પથ્થર ફેંકી તેને છંછેડવાનો પ્રયાસ કરે છે.

- Advertisement -

અચાનક થયેલા આ હુમલાથી આખલો ઉશ્કેરાઈ જાય છે અને ગુસ્સામાં આવીને પથ્થર મારનાર વ્યક્તિ તરફ તેને શિંગડા ભરાવવા માટે ઘસી જાય છે.

ઘણી વખત આપણે અવારનવાર રખડતા ઢોરના ત્રાસ કે હુમલાની ઘટનાઓ જોઈએ છીએ, પરંતુ આ ઘટના એ દર્શાવે છે કે ઘણીવાર લોકો સામે ચાલીને મૂંગા પશુઓને છંછેડે છે અને ત્યારબાદ આવી દુર્ઘટનાઓનો ભોગ બનવું પડે છે. જો પશુઓને શાંતિથી પસાર થવા દેવામાં આવે તો આવી અનિચ્છનીય ઘટનાઓથી બચી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular