ગુજરાતમાં વધુ એક નવા રેલવે પ્રોજેકટે વેગ પકડયો છે. 116.65 કિ.મી. લાંબી તારંગા હિલ પ્રોજેકટના ભાગરૂપે ટનલનું બાંધકામ ચાલી રહ્યું છે. 2,798.16 કરોડ રૂપિયાનો આ પ્રોજેકટ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના આબુ રોડથી અંબાજી હાલનો રોડ 20 કિ.મી. છે જેમાં 30 મિનિટ લાગે છે.
116.65 કિ.મી. લાંબી તારંગા ટેકરીથી અંબાજી થઈને આબુ રોડ સુધીની નવી રેલવે લાઈન પર કામ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે પોશીના તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં 1.3 કિ.મી. લાંબી ટનલનું બાંધકામ શરૂ થયું છે. જેની ઉંચાઈ 8 મીટર અને પહોળાઈ 10 મીટર હશે આ ટનલ ગ ુજરાતની સૌથી મોીટ ટનલ હશે. જે 6 નદીઓ અને 60 ગામોમાંથી પસાર થાય છે. જેનાથી ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામોને ફાયદો થશે. આ રેલવે લાઈન પર 13 ટનલ બનાવવામાં આવશે. જેની લંબાઇ 13 કિ.મી. હશે અને કુલ 15 સ્ટેશનો બનાવવામાં આવશે. જેમાં સૌથી મોટું સ્ટેશન અંબાજીમાં હશે.
અંબાજી દર્શનાર્થે આવતા લાખો ભક્તોની સુવિધામાં વધારો થશે. આ ટનલો પૈકી સાબરકાંઠાના પોશીના તાલુકામાંથી 1.860 કિલોમીટર લાંબી ટનલનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતની સૌથી લાંબી ઘોડાની નાળ આકારની ટલનો કુલ ઘેરાવો 21 મીટરનો છે. જ્યારે 7.2 મીટરની ઉંચાઈ અને 8 મીટરની પહોળાઇ છે. જેમાં છેલ્લાં 2 મહિનામાં 100 મીટર લાંબી ટનલનું કામ થઈ ચૂકયુ છે. ઓક્સિજનના સપ્લાય માટે ટનલની શરૂઆતમાં વેલ્ટીનેશન માટે મશીન મુકાયું છે. એક મહિના પછી પહાડની બીજી બાજુથી ટનલનું કામ શરૂ કરાશે, ટનલનું કામ આગામી ત્રણ વર્ષની અંદર પુરુ કરવામાં આવશે.
આબુ રોડના નોર્થ વેસ્ટર્ન રેલવેના ડેપ્યુટી ચીફ ઈજનેર ચંદ્રભાનસિંહે જણાવ્યું હતું કે, આબુ રોડથી અંબાજી વચ્ચે ટનલ, બ્રીજ, ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. આ ટ્રીકથી રાજસ્થાન અને ગુજરાત વચ્ચે નવો વિકલ્પી રેલવે માર્ગ મળશે. આ માર્ગ પર કુલ રૂા.2798.16 કરોડ ખર્ચ થશે. જેમાં 116.65 કિ.મી. નો ટે્રક જેમાંથી 84 કિ.મી. ગુજરાતમાં તો 34 કિ.મી. ટે્રક રાજસ્થાનમાં બનશે. આ ટે્રકમાં 5 ગુજરાતમાં અને 6 રાજસ્થાનમાં એમ 11 ટનલ, 54 મોટા બ્રિજ, 151 નાના બ્રિજ, 8 ઓવરબ્રિજ, 54 અંડરપાસ રોડ બનાવવામાં આવશે.