Thursday, July 10, 2025
Homeરાજ્યજામનગરપતિ, જેઠ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું

પતિ, જેઠ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું

જામનગર શહેરમાં લાલવાડી જૂના આવાસમાં રહેતી પરિણીતા યુવતીને તેણીના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા મારકૂટ કરી શારીરિક-માનસિક ત્રાસ આપી જેઠ દ્વારા શારીરિક અડપલાં કરી દહેજની માંગણી કરતાં યુવતીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં જૂના આવાસમાં રહેતી ફીરદોસબેન નામની યુવતીના લગ્ન જૂનાગઢમાં ખામધ્રોર રોડ પર રહેતાં વસીમ મહેફુઝખાન પઠાણ સાથે થયા હતા. આ લગ્નજીવન દરમ્યાન યુવતીના પતિ વસીમ, સાસુ જેબુદાબેન મહેફુઝખાન પઠાણ, જેઠ જાવિદ મહેફુઝખાન પડાણ અને નણંદ રેશ્માબેન મહેફુઝખાન પઠાણ નામના ચાર સાસરિયાઓ દ્વારા ફિરદોસબેન સાથે નાની નાની બાબતોમાં ઝઘડો કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા. જેમ ફાવે તેમ ગાળો કાઢી મારકૂટ કરી પતાવી દેવાની ધમકી પણ આપતા હતા. યુવતીના લગ્નજીવન દરમ્યાન તેણીના જેઠ જાવિદ દ્વારા જાતિય સહકારની માંગણી કરી યુવતીની મરજી વિરૂઘ્ધ શરીરના જુદા જુદા ભાગે ખરાબ રીતે સ્પર્શ કરી દહેજની માંગણી કરતા હતા. આમ, સાસરિયાઓ અને જેઠના ત્રાસથી કંટાળીને યુવતીએ તેણીના માવતરે આવી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. જે. એ. કુકડિયા તથા સ્ટાફે યુવતીના સાસરિયાઓ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular