ધુડશિયા ગામની સીમમાંથી પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે એક શખ્સને શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કુલ 314 કિ.ગ્રા. ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગરના ધુડશિયા ગામની સીમમાં આવેલ પરેશ ભીમજી વણપરિયા ભેળસેળયુક્ત ઘી બનાવી વેચાણ કરતો હોવાની પંચકોષી ‘એ’ ડિવિઝનના પીઆઇ એ. આર. પરમાર, પો.કો. હરદેવસિંહ ઝાલા તથા કમલેશભાઇ ખીમાણિયાને મળેલી બાતમીના આધારે રાજકોટ રેન્જ પોલીસ નાયબ મહાનિરિક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક ડો. પીયૂષ વાંદા, પંપ ‘એ’ પીઆઇ એમ. એન. શેખના માર્ગદર્શન મુજબ સ્ટાફે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ-જામનગરના અધિકારીઓ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું. તેમાં પરેશ ભીમજી વણપરિયા નામના શખ્સને રૂા. 1,57,000ની કિંમતના 314 કિલોગ્રામ ઘીના નવ કેન સાથે ઝડપી લીધો હતો. આ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ-જામનગરના અધિકારીઓએ સેમ્પલ લીધા હતાં.


