Friday, June 5, 2026
Homeખબર સ્પેશીયલ‘રીબર્થ ડે’ ટ્રેન્ડ શું છે ? આજકાલ લોકો ઉજવી રહ્યા છે રીબર્થ...

‘રીબર્થ ડે’ ટ્રેન્ડ શું છે ? આજકાલ લોકો ઉજવી રહ્યા છે રીબર્થ ડે તો ચાલો જાણીએ આ નવા ટ્રેન્ડ વિશે…..

અત્યાર સુધી આપણે બધા વર્ષમાં એક જ વાર આપણો ‘બર્થ ડે’ એટલે કે જન્મદિવસ ઉજવતા આવ્યા છીએ. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા અને ગ્લોબલ કલ્ચરમાં એક નવો અને અનોખો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેનું નામ છે ‘રીબર્થ ડે’ .જો તમને પણ આ નવો શબ્દ સાંભળીને આશ્ચર્ય થતું હોય કે, “શું લોકો પોતાનો પુનર્જન્મ પણ ઉજવી રહ્યા છે?”, તો ચાલો વિગતવાર જાણીએ કે આ રસપ્રદ ટ્રેન્ડ આખરે શું છે અને લોકો શા માટે તેને હોંશે-હોંશે ઉજવી રહ્યા છે. “પુનર્જન્મ દિવસ” ટ્રેન્ડ લોકોને તેમના જીવનની ખાસ ક્ષણોની ઉજવણી કરવાની એક નવી રીત આપી રહ્યો છે. કેટલાક કેન્સર પર વિજયની ઉજવણી કરી રહ્યા છે, અન્ય લોકો નવી ઓળખ અથવા તેમના જીવનમાં એક વળાંકની ઉજવણી કરી રહ્યા છે.

- Advertisement -

શું છે આ ‘રીબર્થ ડે’ ટ્રેન્ડ?

‘રીબર્થ ડે’ એ કોઈ કાનૂની કે સત્તાવાર જન્મદિવસ નથી, પરંતુ આ એક એવી તારીખ છે જેને વ્યક્તિ પોતાની મરજીથી પોતાના જીવનની નવી શરૂઆત તરીકે પસંદ કરે છે.
ઘણીવાર લોકોના જીવનમાં એવી ઘટનાઓ બને છે જે તેમની આખી જિંદગી અને વિચારસરણી બદલી નાખે છે. આ પરિવર્તનને માન આપવા અને જીવનને એક નવા દ્રષ્ટિકોણથી જીવવા માટે લોકો આ ‘રીબર્થ ડે’ ઉજવે છે. તે તેમના નિયમિત જન્મદિવસ ઉપરાંતનો અથવા તો તેને બદલીને ઉજવાતો એક ખાસ દિવસ છે.પુનર્જન્મ એ કાયદેસર જન્મદિવસ નથી. તે એક એવી તારીખ છે જે વ્યક્તિ પસંદ કરે છે. તે કોઈ મોટી સિદ્ધિ, જીવન બદલી નાખનાર અનુભવ, ગંભીર બીમારીમાંથી સ્વસ્થતા અથવા જીવનના નવા અધ્યાયની શરૂઆત સાથે સંકળાયેલ હોઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે આજકાલ લોકો પોતાની ઓળખ અને તેમના જીવનના મહત્વપૂર્ણ લક્ષ્યોને પોતાની રીતે ઉજવવા માંગે છે. આ જ કારણ છે કે પુનર્જન્મ દિવસનો ખ્યાલ લોકપ્રિય બની રહ્યો છે.

- Advertisement -

લોકો શા માટે ઉજવી રહ્યા છે ‘રીબર્થ ડે’?

નિષ્ણાતો અને મનોવૈજ્ઞાનિકોના મતે, આજની પેઢી પોતાની ઓળખ અને જીવનના મહત્વના પડાવોને પોતાની રીતે સેલિબ્રેટ કરવા માંગે છે. લોકો મુખ્યત્વે આ કારણોસર રીબર્થ ડે ઉજવે છે:

- Advertisement -

ગંભીર બીમારીમાંથી રિકવરી : જે લોકો કેન્સર જેવી જીવલેણ બીમારી, કોઈ મોટો અકસ્માત કે સર્જરી (જેમ કે સ્ટેમ સેલ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ) કરાવીને મોતના મોંમાંથી પાછા આવ્યા છે, તેઓ જે દિવસે સાજા થયા અથવા નવું જીવન મળ્યું તે દિવસને ‘રીબર્થ ડે’ તરીકે ઉજવે છે. તેમના માટે આ સાચા અર્થમાં નવો જન્મ છે.

માનસિક પરિવર્તન અને આધ્યાત્મિકતા: ડિપ્રેશન કે કોઈ મોટા માનસિક આઘાતમાંથી બહાર આવીને જ્યારે કોઈ વ્યક્તિ એક મજબૂત વ્યક્તિત્વ તરીકે ઊભરી આવે છે, ત્યારે તે ક્ષણને યાદગાર બનાવવા આ દિવસ ઉજવાય છે.

નિયમિત જન્મદિવસ પ્રત્યે ઉદાસીનતા: ઘણા લોકોનો મૂળ જન્મદિવસ વર્ષના એવા સમયે આવતો હોય (જેમ કે તહેવારોની વચ્ચે) જ્યારે લોકો વ્યસ્ત હોય કે પાર્ટી મૂડમાં ન હોય. આવા સમયે લોકો પોતાના મનગમતા મહિના કે દિવસને પોતાનો ‘રીબર્થ ડે’ ઘોષિત કરીને મિત્રો સાથે ધામધૂમથી ઉજવે છે.

આ દિવસની ઉજવણી કેવી રીતે થાય છે?

આ દિવસની ઉજવણી સામાન્ય બર્થ ડે જેવી જ રોમાંચક હોય છે, પણ તેમાં થોડો ભાવનાત્મક સ્પર્શ વધારે હોય છે:લોકો કેક કાપે છે, જેના પર ઘણીવાર ‘1’ લખેલું હોય છે (નવા જીવનનું પહેલું વર્ષ દર્શાવવા માટે). સોશિયલ મીડિયા પર પોતાની જૂની અને નવી સફરની તસવીરો શેર કરીને “Happy Rebirthday to me” લખીને પોસ્ટ મૂકે છે.આ દિવસે લોકો કોઈ પાર્ટી કરવાને બદલે સેલ્ફ-કેર, પ્રકૃતિ વચ્ચે સમય વિતાવવો અથવા નજીકના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનું પણ વધુ પસંદ કરે છે.આમ પોતાની ગમતી રીત સાથે પોસ્ટ મૂકી લોકો ઉજવણી કરતા જોવા મળે છે.

ટૂંકમાં કહીએ તો, ‘રીબર્થ ડે’ એ માત્ર કેક કાપવાનો ટ્રેન્ડ નથી, પરંતુ જીવન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને પોતાની જાતને પ્રેમ કરવાનો એક સુંદર રસ્તો છે. તે દુનિયાને સંદેશ આપે છે કે ભલે આપણો જન્મ ક્યારેય પણ થયો હોય, પણ જ્યારે આપણે આપણી જાતને ઓળખીએ અને મુશ્કેલીઓ સામે જીતીએ, ત્યારે જ આપણો સાચો જન્મ થાય છે! આધુનિક યુગએ ટ્રેન્ડનો યુગ છે મહત્વ ખબર ના હોવા છતા લોકો સોસીઅલ મિડિયાના ટ્રેન્ડને ફોલો કરતા જોવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular