હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા ઑમ ટ્રેનિંગ સેન્ટરના દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી સેવાકાર્યોમાં જોડાયા હતાં.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણી તથા વિમાન દુઘર્ટનામાં અવસાન પામેલ અન્ય તમામ દિવાંગત આત્માઓની પ્રથમ પુણ્યતિથિ નિમિતે હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા હતાં જેના ભાગરૂપે ઓમ ટ્રેનિંગ સેન્ટરના દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે સમાજના પ્રમુખ રાજુભાઈ શાહ, ઉપપ્રમુખ શૈલેષભાઇ મહેતા, પ્રમોદભાઈ મહેતા, કેતનભાઈ મહેતા પ્રમુખ જૈનશક્તિ ગ્રુપ કિરીટભાઈ મહેતા, કામદાર વાડી પ્રમુખ પ્રકાશભાઈ દોશી, સમસ્ત જૈન સમાજના ઉપપ્રમુખ વિજયભાઈ સંઘવી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જતીનભાઈ મહેતા, કોર્પોરેટર દર્શન શેઠ, ટમુભાઈ વસા, ધવલભાઈ વોરા સહિતના જૈન સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતાં. દિવ્યાંગ બાળકોને બપોરનું ભોજન જમાડ્યુ હતુ અને દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
View this post on Instagram


