દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં રહેતાં યુવાને અગમ્ય કારણોસર પાણીના સમ્પમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતાં ગીરીરાજસિંહ હનુભા વાઢેર (ઉ.વ.35) નામના યુવાને મંગળવારે અગમ્ય કારણોસર કુંભારપાડા વિસ્તારમાં આવેલ તેના પાણીના સમ્પમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ યુવાનને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા હનુભા વાઢેર દ્વારાજાણ કરાતા પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી હતી.


