Thursday, August 6, 2026
Homeસમાચારશું તમે નોકરીની શોધમાં છો ? તો છે વિશાળ તક

શું તમે નોકરીની શોધમાં છો ? તો છે વિશાળ તક

રાજકોટના ટી વી મહેતા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ગાર્ડી વિદ્યાપીઠના આંગણે યંગ ઇન્ડિયન્સ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા. 12 ઓગસ્ટ, 2026 ના રોજ Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટ 2026 નામથી એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ જોબ ફેરમાં સૌરાષ્ટ્રભરની તમામ કોલેજના ફાઇનલ તેમજ પ્રિ ફાઈનલ યરના વિદ્યાર્થીઓ તેમજ વર્કિંગ પ્રોફેશનલ પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ જોબ ફેર અંતર્ગત મિકેનિકલ, IT અને કોમ્પ્યુટર, ડેટા સાયન્સ, બેંકિંગ એન્ડ ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલીટી, મેડિકલ તેમજ પેરામેડિકલ અને એડવર્ટાઇઝિંગ જેવા ક્ષેત્રની જાણીતી 50 થી વધુ કંપનીઓ દ્વારા 300 જેટલી અલગ-અલગ જગ્યાઓ માટે અનુભવી તેમજ બિનઅનુભવી ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. આ જોબ ફેર દ્વારા કુલ 01 કરોડ સુધીના પેકેજ મેળવી વિદ્યાર્થીઓ એક સફળ કારકિર્દીની દિશામાં પોતાનું પહેલું પગલું ગાર્ડી વિદ્યાપીઠના આંગણેથી માંડી શકશે.

આ તકે સંસ્થાના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના હેડ પ્રો. રચિતા મહેતા એ જણાવ્યું હતું કે આજના સમયમાં એઆઇ તેમજ ટેક્નોલોજીના વિકાસ સાથે વિવિધ ક્ષેત્રે માનવ સંસાધનની માંગમાં ઘણો વધારો થયો છે. દરેક કંપનીમાં સ્માર્ટ અને મહેનતુ કર્મચારીઓની જરૂર અત્યંત વધી ગઈ છે. તેઓએ આ તકે સૌરાષ્ટ્રમાં વસતા વાલીઓને પણ અપીલ કરી હતી કે પોતાના સંતાનનું સુરક્ષિત ભવિષ્ય ઇચ્છતા જાગૃત વાલીઓએ આ જોબ ફેર વિશે પોતાના બાળક સાથોસાથ આસપાસમાં મિત્રો, સ્વજનોને પણ માહિતગાર કરવા જોઈએ.

- Advertisement -

યંગ ઇન્ડિયન્સ સંસ્થાના આયોજનને મોટા ફલક પર લઈ જવા ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડાયરેક્ટર જય મહેતાના નેતૃત્વમાં સમગ્ર સંસ્થાના કર્મચારીઓ કાર્યરત છે. તેમણે આ ઉપલક્ષમાં તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં કંપનીઓ સાથેનો જોબ ફેર જ્યારે કોલેજના આંગણે થઈ રહ્યો છે ત્યારે એનો વધુમાં વધુ લાભ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ લે એ માટે કોલેજ દ્વારા ફ્રી ટ્રાન્સપોર્ટેશનનની સુવિધા પણ શહેરમાં અલગ-અલગ પોઇન્ટ પરથી પૂરી પાડવામાં આવશે. 12 ઓગસ્ટે યોજાનાર આ આયોજનમાં રાજકોટ, જામનગર, ગોંડલ, અમરેલી, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના કોઈપણ શાખાના વિદ્યાર્થીઓ તેમજ વર્કિંગ પ્રોફેશનલ ભાગ લઈ શકશે જે માટે તેમણે વેબસાઇટ www.gardividyapith.ac.in પરથી રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular