Thursday, August 27, 2026
Homeરાજ્યહાલારચંદ્રાવાડા ગામના પુજારીએ તેના મકાનમાં ગાંજાનું વાવેતર કર્યું

ચંદ્રાવાડા ગામના પુજારીએ તેના મકાનમાં ગાંજાનું વાવેતર કર્યું

એસઓજીની ટીમ દ્વારા દરોડો : રૂા.2.35 લાખનો મુદ્દામાલ કબ્જે

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં બસ સ્ટેશન પાસે રહેતાં અને સેવાપુજા કરતા પુજારીએ તેના મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યાના સ્થળ પર એસઓજીની ટીમે રેઈડ દરમિયાન રૂા.2,35,500 ની કિંમતનો 4 કિલો 710 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પુજારીની ધરપકડ કરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા હમીરજી જાડેજા તથા કાનાભાઈ માડમને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાબેના ચંદ્રાવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા અને સેવા પૂજાનું કામ કરતા વિજય વાસુદેવભાઈ રણછોડભાઈ કાપડી નામના 46 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસ સ્ટાફે ચેકિંગ કરતા આ શખ્સ દ્વારા પોતાના મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું હોવાનું ખુલવા પામ્યું હતું.

આ સ્થળેથી પોલીસે કુલ રૂપિયા 2,35,500 ની કિંમતનો 4 કિલો 710 ગ્રામ ગાંજો કબજે કરી, આગળની તપાસ અર્થે તેનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ પી.એસ.આઈ. વી.એન. સીંગરખીયા, ડી.એ. વાળા, સજુભા જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, નિર્મલભાઈ આંબલીયા, સુમતભાઈ ભાટિયા, લખમણભાઈ આંબલીયા અને જગદીશભાઈ કરમુરની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular