બનાસકાંઠાના કાંકરેજ-રાધનપુર હાઈવે પર અચાનક એવો નજારો જોવા મળ્યો કે રસ્તેથી પસાર થતા લોકો પણ થંભી ગયા. કંડલા તરફથી સરસવનું તેલ ભરીને આવી રહેલું એક વિશાળ ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. ટેન્કર પલટાતાં જ હજારો લીટર મોંઘુદાટ સરસવનું તેલ રોડ પર વહેવા લાગ્યું હતું. આ ઘટનાની જાણ આસપાસના ગ્રામજનોને થતાં જ લોકો ઘરના વાસણો, ડોલ, ડબ્બા અને બરણીઓ લઈને તેલ લૂંટવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા. રસ્તા પર તેલ એકઠું કરવા માટે સ્થાનિકો વચ્ચે ભારે પડાપડી અને અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા.
View this post on Instagram


