Friday, August 7, 2026
HomeવિડિઓViral Videoઅરેરાટીભર્યા દ્રશ્યો: સરકારી હોસ્પિટલમાં ઈલાજ કરાવવા આવેલી મહિલા પર જ તૂટી પડી...

અરેરાટીભર્યા દ્રશ્યો: સરકારી હોસ્પિટલમાં ઈલાજ કરાવવા આવેલી મહિલા પર જ તૂટી પડી છત! CCTV વાયરલ

રાજસ્થાનના ચુરુ જિલ્લાના સુજાનગઢ વિસ્તારમાં આવેલી શ્રી દુર્ગાદત્ત ફતેહપુરિયા સરકારી માતૃ અને શિશુ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના એન્ટરન્સ ગેટ પાસે અચાનક જ છત મોટો ભાગ નીચે ઉભેલી મહિલા પર ધસી પડ્યો હતો.આ સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

- Advertisement -

25 વર્ષીય કિરણ મેઘવાલ નામના મહિલા દર્દી જ્યારે હોસ્પિટલની બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ પ્લાસ્ટરનો સ્લેબ તેમની માથા પર પડ્યો હતો.મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 2 ટાંકા આવ્યા છે. સદ્નસીબે મોટી જાનહાની ટળી છે.હોસ્પિટલ તંત્ર દ્વારા અગાઉ જ PWD વિભાગને જર્જરિત મકાનના સમારકામ માટે પત્ર લખવામાં આવ્યો હતો, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

તંત્રની આ ઘોર બેદરકારીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે!”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular