Wednesday, July 15, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં પોલીસે સાત મહિલાઓ સહિત 14 જુગારીઓને ઝડપી લીધા

ખંભાળિયામાં પોલીસે સાત મહિલાઓ સહિત 14 જુગારીઓને ઝડપી લીધા

ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં આવેલા મહેશ્વરીનગરમાં રહેતા રાજીબેન વેરશીભાઈ ડોરૂ (ઉ.વ. 35) નામના મહિલા દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને તેમના રહેણાંક મકાનમાં ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી. પોલીસે સાત મહિલાઓને ઝડપી લઇ કુલ રૂ. 25,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ ઉપરાંત ખંભાળિયા નજીકના માર્ગ પર ભાતેલ અને સોનારડી રોડ પરના સીમ વિસ્તારમાંથી ભાતેલ ગામના રહીશ રાજદીપસિંહ નારુભા જાડેજા (ઉ.વ.22) નામના શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે પોતાની વાડીએ આવેલા મકાને બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવી રમાડતા ગંજીપત્તાના જુગાર પર એલસીબીની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી. દરોડા દરમ્યાન પોલીસે રાજદિપસિંહ નારુભા જાડેજા, દુલા શામરા લુણા, મેરુ નારણ ચાવડા અને કાસમ હારુન ગજીયા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 1,03,800ની રોકડ રકમ તથા ચાર મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ તથા એક મોટરકાર સહિત કુલ રૂપિયા 1,99,300નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં ખંભાળિયા તાબેના આંબરડી ગામેથી પોલીસે ભોજા મારખી ભાટુ, ભીમશી દેવશી વસરા અને નારણ જીવા ભાટુ નામના ત્રણ શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી લઈ કુલ રૂ. 11,140નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular