Thursday, August 27, 2026
HomeવિડિઓViral Videoજામ્યુકોની સ્થાયી સમિતિમાં રૂા.12 કરોડના વિકાસ કામોને બહાલી - VIDEO

જામ્યુકોની સ્થાયી સમિતિમાં રૂા.12 કરોડના વિકાસ કામોને બહાલી – VIDEO

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂા.12 કરોડના વિકાસ કામોને બહાલી અપાઇ હતી. આ ઉપરાંત આગામી 15 ઓગસ્ટ નિમિતે ટાઉન હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનને પણ મંજુરી અપાઇ હતી.

- Advertisement -

જામ્યુકોની સ્ટે.કમીટીની બેઠક ચેરમેન ધીરેનભાઇ મોનાણીના અઘ્યક્ષસ્થાને મળી હતી. જેમાં 12 સભ્યો ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઇ ડેર, કમિશ્નર દિપેશ કેડીયા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઇ જાની, આસી. કમિશ્નર (વ) મુકેશભાઇ વરણવા, આસી. કમિશ્નર (ટે) જીગ્નેશભાઇ નિર્મળ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વિશિષ્ટ કામગીરી બજાવેલ કર્મચારીઓને પ્રોત્સાહન રકમ આપવા અંગે કમિશ્નરની રજૂ થયેલ દરખાસ્ત અંગે 40 કર્મચારીઓને પ્રોત્સાહનની રકમ રૂા.4 લાખ મંજુર કરાઇ હતી. જામનગર મહાનગરપાલિકાની કોમ્પ્યુટર શાખામાં કોમ્પ્યુટર પ્રોગ્રામરની જગ્યા ઉપર કોન્ટ્રાક બેઇઝથી નવી નિમણુંક આપવા તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કોન્ટ્રાકટ બેઇઝથી નવી નિમણુંક આપવા મંજુર કરાયું હતું.

- Advertisement -

આ ઉપરાંત જામનગર શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન જુદી જુદી જગ્યાએ ડી-વોટરીંગ કરવાના કામ અંગે રૂા.5 લાખ, પ્રાઇવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઇ કામદારો અને સર્ચ મંજુરી તથા સોસાયટીના સુધારણા અંગે રૂા.13.44 લાખ, વોટર વર્કસ શાખા માટે ઉંડ-1 ખાતે પોલ્ડર ટાઇપ સબ મર્સીબલ પમ્પ સેટ, એટીએસ પેનલ તેમજ તેના આનુસંગીક માલસામાન સપ્લાઇ કરવાના કામ અંગે રૂા.39.74 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સીસી રોડ/સીસી બ્લોક (પેવર બ્લોક)ના કામ માટે વોર્ડ નં.2માં રૂા.200 લાખ, વોર્ડ નં.1માં રૂા.100 લાખ, વોર્ડ નં.16માં રૂા.250 લાખ તથા વોર્ડ નં.8માં રૂા.250 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.

- Advertisement -

સીવીલ વેસ્ટ, ઇસ્ટ, સાઉથ, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં 100 ટકાના ધોરણે સીવીલ વર્કસ (બિલ્ડીંગ વર્કસ, કમ્પાઉન્ડ વોલ, કોમ્યુનીટી હોલ, ડોમ ટાઇપ કોમ્યુનીટી હોલ, ફેન્સીંગ, સાઇન બોર્ડ વગેરે પ્રકારના) કામ માટે રૂા.160.67 લાખ વર્ષ 2026-27 દરમિયાન સ્વભંડોળ અન્વયે સીવીલ નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જુદી-જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઇગ/ગેસ પાઇપ લાઇન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રમ્પમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના (ચરેડા) કામ અંગે રૂા.130 લાખ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરીવિકાસ યોજનાની આઉટ ગ્રોથ એરીયાની વર્ષ 2025-26ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.15, રણજીતસાગર રોડ રાજપૂત ક્ધયા છાત્રાલયથી જ્ઞાન ગંગા સ્કૂલથી ખોડીયાર પાર્ક પાસે કોમન પ્લોટ સુધી સ્ટ્રોમ વોટર કેનાલ અને સીસી રોડના કામ અંગે રૂા.39.72 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular