Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એડવોકેટ હારૂન પલેજાના વધુ બે હત્યારાઓની ધરપકડ

જામનગરમાં એડવોકેટ હારૂન પલેજાના વધુ બે હત્યારાઓની ધરપકડ

સરાજાહેર કરાયેલી હત્યામાં પોલીસે અગાઉ આઠ હત્યારાઓને દબોચ્યા: રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા: ઝડપાયેલા બે હત્યારાઓની રિમાન્ડ મેળવવા તજવીજ

- Advertisement -

જામનગર શહેરના બેડી વિસ્તારમાં રમઝાન માસ દરમિયાન એડવોકેટ હારૂન પલેજાને પંદર જેટલા શખ્સ્ોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી સશસ્ત્ર હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા હતાં. વધુ બે આરોપીઓને દબોચી લઇ રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજું ખોલવા જઇ રહેલા એડવોકેટ હારુન પલેજાને સાંજના સમયે પંદર જેટલા શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી આંતરીને સશસ્ત્ર હુમલો કરી ઘાતકી હત્યા કરી હતી. સરાજાહેર કરાયેલી એડવોકેટની હત્યાથી હાલાર હચમચી ગયું હતું ત્યારબાદ હત્યાની ઘટનામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ડીવાયએસપી જે.એન. ઝાલા અને પીઆઇ નિકુલસિંહ ચાવડા સહિતનાઓની ટીમ બનાવી સીટની રચના કરી હતી. આ સીટની રચના બાદ પોલીસે એક પછી એક હત્યારાઓને દબોચી લેવા માટે તપાસ આરંભી હતી. પોલીસે બસીર જુસબ સાયચા, ઈમરાન નુરમામદ સાયચા, રમઝાન સલીમ સાયચા, સીકંદર નુરમામદ સાયચા, રીઝવાન ઉર્ફે ભુરો અસગર સાયચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુશેન કકલ, સુલેમાન હુશેન કકલ, ગુલામ જુસબ સાયચા, એઝાજ ઉમર સાયચા, અસગર જુસબ સાયચા, મહેબુબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડિયા અને શબીર ઓસમાણ ચમડિયા સહિતના 15 હત્યારાઓની શોધખોળ આરંભી હતી.

જેમાં સૌ પ્રથમ બસીર જુસબ હાજી સાયચાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈમરાન નુરમામદ હાજી સાયચા, સિકંદર ઉર્ફે સિકલો નુરમામદ હાજી સાયચા, રમજાન સલીમ જુસબ સાયચા, દિલાવર હુશેન સુલેમાન કકલ અને સુલેમાન હુશેન સુલેમાન કકલ નામના છ હત્યારાઓને દબોચી લેવામાં આવ્યા હતાં. તેમજ તેની સાથે બે કિશોરને દબોચી લેવામાં આવ્યા હતાં. આમ પોલીસે બે સપ્તાહ દરમિયાન આઠ હત્યારાઓને ઝડપી લઇ બાકી નાશી રહેલા અન્ય સાત હત્યારાઓની શોધખોળ માટે તપાસનો ધમધમાટ વધુ તેજ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન ગત તા.04 ના રોજ ગુલામ જુસબ સાયચા અને એઝાજ ઉમર સાયચા નામના વધુ બે હત્યારાઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આમ 15 પૈકીના 10 હત્યારાઓને દબોચી લેવામાં આવ્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular