આકરા ઉનાળા અને મસાલાની સીઝનને ધ્યાનમાં રાખીને મહાનગર પાલિકાના કમિશનર દિનેશ કેડિયાની સૂચનાથી ફૂડ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ દરમ્યાન 12 જેટલા મસાલાના નમુના અને બે સ્થળોએથી ગોલાના નમુના પરિક્ષણ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દરેડ વિસ્તારમાંથી પાણીનો નમૂનો બેક્ટેરિયોલોજિકલ પરિક્ષણ માટે જામનગરની પબ્લિક હેલ્થ લેબમાં મોકલાયો હતો. તેમજ શહેરના અન્ય વિસ્તારોમાંથી ડેરી, નોનવેજ શોપ, હોટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણ વિક્રેતા પેઢીને ત્યાં ઇન્સ્પેકશન દરમ્યાન સાફસફાઇ અને સ્વચ્છતા જાળવણી તેમજ હાઇજિનિક કંડીશન મેઇનટેઇન કરવા તથા સમયસર પેસ્ટ કંટ્રોલ અને પેઢીના કર્મચારીઓના ફિટનેશ સર્ટીફિકેટ કરાવવા ઉપરાંત ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા અને વાસી ખોરાક ન રાખવા બાબતની સૂચનાઓ આપવામાં આવી હતી.
View this post on Instagram
ઉપરાંત સુભાષ માર્કેટ, વેરસીવાડનો ઢાળિયો વિસ્તારમાં કેરી વિક્રેતાઓના 15 ગોડાઉનમાં રૂબરૂ ચેકિંગ દરમ્યાન મળી આવેલી 105 સડેલી કેરી મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.


