Friday, September 13, 2024
Homeરાજ્યહાલારમીઠાપુરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

મીઠાપુરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ગઢેચી ગામના ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલું એક છોટા હાથી વાહન અટકાવી અને પોલીસે ચેકિંગ કરતા આ વાહનમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 101 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ. 40,400 ની કિંમતના પરપ્રાંતીય શરાબ, રૂપિયા 15,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા 1,20,000 ની કિંમતના છોટા હાથી વાહન મળી કુલ રૂપિયા 1,75,400 ના મુદ્દામાલ સાથે ગાંધીધામ જિલ્લાના રાપર તાલુકાના નવાપરા ફળિયું વિસ્તારમાં રહેતા સંજય ડાયા પરમાર, નાનજી બીજલ વાઘેલા અને દિનેશ અમરશી વાઘેલા નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા.

- Advertisement -

આ પ્રકરણમાં રાપર તાલુકાના ભીમાસર ગામનો સુરેશ નથુભાઈ સલાણી નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું ખુલતાં પોલીસે હાલ તેને ફરાર ગણી, પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular