Monday, May 25, 2026
Homeવિડિઓજામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રંજનબેન જીવાણીની નિમણુંક - VIDEO

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રંજનબેન જીવાણીની નિમણુંક – VIDEO

ઉપપ્રમુખ તરીકે પરેશભાઇ હિરપરા અને કારોબારી ચેરમેન તરીકે સુનીલભાઇ રાઠોડ

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે રંજનબેન જીવાણી તથા ઉપપ્રમુખ તરીકે પરેશભાઇ હિરપરાની નિમણુંક થઇ હતી.

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયતના હોદેદારો માટે ફોર્મ ભરવાના સમયગાળા દરમિયાન ભાજપા તરફથી સામાન્ય મહિલા અનામત એવા પ્રમુખ પદ માટે રંજનબેન દયાળજીભાઇ જીવાણી તથા ઉપપ્રમુખ પદ માટે પરેશભાઇ ઘેલાભાઇ હિરપરાએ ગઇકાલે રવિવારે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતાં. આ વખતની ચુંટણીમાં ભાજપાને 24માંથી 19 બેઠક પ્રાપ્ત થઇ છે આમ ભાજપના બન્ને ઉમેદવાર નિશ્ચિત વિજેતા થયા હતાં. આજે બપોરે જામનગર જિલ્લા પંચાયતની ખાસ બેઠકમાં ભાજપાના રંજનબેન જીવાણી પ્રમુખ તરીકે તથા પરેશભાઇ હીરપરા ઉપપ્રમુખ તરીકે નિયુકત થયા હતાં. તેમજ કારોબારી ચેરમેન તરીકે સુનીલભાઇ રાઠોડ તથા શાસક પક્ષના નેતા તરીકે પ્રદયુમનસિંહ ઝાલાની નિમણુંક થઇ હતી.

- Advertisement -

ગઇકાલે ફોર્મ ભરતી વખતે ઉમેદવારોની સાથે જામનગર જિલ્લાના પ્રભારી દિલીપભાઈ બારડ જામનગર જિલ્લાના પ્રમુખ વિનોદભાઈ ભંડેરી યાડના ચેરમેન મુકુંદભાઈ સભાયા જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી કુમારપાલસિંહ ભરતભાઈ ભોવનભાઈ અન્ય આગેવાનો સાથે રહ્યા હતા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular