Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરક્ષત્રાણીઓની અસ્મિતાને ઠેંસ પહોંચાડનાર રૂપાલાની ઉમેદવારી રદ્દ કરો

ક્ષત્રાણીઓની અસ્મિતાને ઠેંસ પહોંચાડનાર રૂપાલાની ઉમેદવારી રદ્દ કરો

રાજપૂત સમાજની જુદી જુદી સંસ્થાઓની મહિલાઓ દ્વારા આક્રોશ સાથે રેલી : રૂપાલાના વિરોધ સાથે સૂત્રોચ્ચાર : કલેકટર કચેરીના પટાંગણમાં જય ભવાનીના નાદ ગુંજયા

- Advertisement -

રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓની અસ્મિતાને ઠેંસ પહોંચે તેવા નિવેદનથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ નિવેદનના કારણે ક્ષત્રિયોની લાગણી દુભાણી હોવાથી સમાજ દ્વારા ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરી તેની ઉમેદવારી રદ્દ કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યના રાજપૂત સમાજમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હોય, જેના કારણે ચૂંટણી પર નકારાત્મક અસર પડે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે અથવા સામાજિક તણાવ ઉભો થાય તે પૂર્વે રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા માંગણી કરવામાં આવી છે. લાંબા રાજકીય અનુભવ અને બંધારણના સોગંદ ખાઈને રાજકીય હોદ્દાઓ પર મહત્વની બંધારણીય જવાબદારી નિભાવ્યા પછી પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ઈરાદાપૂર્વકની ટિપ્પણી તેમની જાતિવાદી, તકવાદી, વિકૃત માનસિકતાની સાબિતી આપે છે. ગુરૂવારે રાજપૂત સમાજના રાજપૂત સમાજ મહિલા અગ્રણી ચંદ્રિકાબા સોઢાના નેજા હેઠળ જામનગર જિલ્લા રાજપૂત સમાજ, જામનગર જિલ્લા રાજપૂત સમાજ મહિલા સમિતિ, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ, જામનગર શહેર અને જિલ્લા રાજપૂત યુવા સંઘ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, જામનગર જિલ્લા કરણી સેના, ગજકેશરી ફાઉન્ડેશન અંતર્ગત રાજપૂત સંગઠન, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા મહિલા પાંખ, જામનગર જિલ્લા કરણી સેના મહિલા પાંખ, મહાકાલ સેના તથા રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ અને મહિલાઓ દ્વારા કલેકટર કચેરી ખાતે રૂપાલાનો બોયકોટ કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં ત્યારબાદ કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આક્રોશ સાથે ઉગ્ર માંગણી અને રજૂઆત કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular