Monday, May 25, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ક્રિકેટનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

જામનગરમાંથી ક્રિકેટનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

આઇપીએલ ક્રિકેટના મેચ ઉપર સટ્ટો : કુલ રૂા. 11,100નો મુદામાલ કબ્જે : આઇડી આપનારનું નામ ખુલ્યુ

જામનગર શહેરના ચાંદીબજાર સર્કલ સામે જાહેરમાં આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રસારણ ઉપર જુગાર રમાડતા શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ચાંદીબજાર સર્કલ પાસે ગીગાભાઇ ભેળવાળાની બાજુમાં જાહેરમાં આઇપીએલ
20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી ક્રિકેટ મચેના પ્રસારણ ઉપર જુગાર રમાડતા ભરત રાજુ સુડાવદરા (રહે. પોરબંદર, હાલ જામનગર) નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 1100ની રોકડ રકમ અને રૂા. 10 હજારના મોબાઇલ સહિત રૂા. 11,100ના મુદામાલ સાથે ઝડપી પૂછપરછ હાથ ધરતાં આ આઇડી જામનગરના અજય ચાવડાએ આપી હોવાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular