‘છોટીકાશી’ તરીકે સુપ્રસિદ્ધ જામનગરમાં અધિક માસ એટલે કે પુરૂષોત્તમ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે. વિવિધ મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે ચૌહાણ ફળી રજપૂત ખવાસ જ્ઞાતિ દ્વારા શનિવારે જયેષ્ઠ સુદ આઠમના દિવસે પુરૂષોત્તમજીના મંદિરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાસુદેવજી કાન્હાને લઇ આવ્યા ત્યારે ‘નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલ કી’ના નારા લાગ્યા હતા.
આ કાર્યક્રમમાં જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કોર્પોરેટરો ધર્મીનાબેન સોઢા, ધિરેનભાઈ મોનાણી, દર્શનભાઈ શેઠ, મોનિકાબેન વ્યાસ, આશાબેન રાઠોડ, નિલેશભાઈ હાડા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ કોર્પોરેટર કમલેશભાઇ સોઢા, ચૌહાણ ફળી ખવાસ જ્ઞાતિના પ્રમુખ આકાશભાઈ બારડ સહિતના મહાનુભાવો તથા ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય આગેવાનો સામાજીક આગેવાનો તથા રજપુત (ખવાસ) જ્ઞાતિના આગેવાનો તથા ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
View this post on Instagram


