Thursday, September 12, 2024
Homeરાજ્યહાલારહિટ એન્ડ રન: ખંભાળિયા નજીક કારની હડફેટે યુવાન ઇજાગ્રસ્ત

હિટ એન્ડ રન: ખંભાળિયા નજીક કારની હડફેટે યુવાન ઇજાગ્રસ્ત

- Advertisement -

ખંભાળિયામાં શક્તિનગર ગ્રામ પંચાયતમાં આવેલા શીરુતળાવ વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ ભારાભાઈ પરમાર નામના 28 વર્ષના યુવાન બુધવાર તારીખ 3 ના રોજ રાત્રિના આશરે નવ વાગ્યાના સમયે ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર નયારા કંપનીના મટીરીયલ ગેઈટની સામેના ભાગે ખંભાળિયા આવવા માટે વાહનની રાહ જોઈને ઊભી ઊભા હતા. તે દરમિયાન આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે રોંગ સાઈડમાં આવીને તેમને હડફેટે લેતા તેમને ફ્રેકચર સહિતની નાનીમોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

અકસ્માત સર્જીને આરોપી ફોર વ્હીલર ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે અજાણ્યા કારચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular