Wednesday, April 17, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના આ દરિયાકિનારે બનશે વિશ્વનું સૌથી મોટું વન

ગુજરાતના આ દરિયાકિનારે બનશે વિશ્વનું સૌથી મોટું વન

- Advertisement -

ગુજરાતના વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુ, સૌથી મોટું સ્ટેડીયમ બાદ વધુ એક ભેંટ મળવા જઈ રહી છે. ગુજરાતના વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામેના દરિયાકિનારે વિશ્વનું સૌથી મોટું વન બનવા જઈ રહ્યું છે. અહીં જાપાનની મિયાવિકિ પદ્ધતિથી 1લાખ 20હજાર વૃક્ષો ધરાવતાં વિશ્વના સૌથી મોટા વનનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

- Advertisement -

21માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વનદિવસની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત વલસાડના ઉમરગામ તાલુકાના નારગોલના માલવણના દરિયાકિનારે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના  હસ્તે  દરિયાકિનારે આવેલા વિશ્વના સૌથી મોટા વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નારગોલના માલવણ બીચને અડીને નિર્માણ પામનાર આ વન વિદેશી પક્ષીઓ ખાસ કરીને કિંગ ફિશર કપલ તેમજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કાદવ કીચડ, કાંટાળી ઝાડી ઝાંખરાવાળી પડતર ખારલેન્ડ જમીનને ઉપયોગ કરી નવું સ્વરૂપ આપી વન સાથે બીચ ડિવેલપ કાર્ય શરૂ કરતાં તેમજ દુનિયાનું સૌથી મોટું મિયાવિકી ફોરેસ્ટ નિર્માણ થવા જઇ રહ્યું છે.

- Advertisement -

દરિયા કિનારે 1 લાખ 20 હજાર વૃક્ષોનુ ગાઢ જંગલ ઊભું થવાનું હોવાથી આ જગ્યા પર આગામી સમયમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ અને પ્રાણીઓનો પણ વસવાટ થશે. આમ પર્યાવરણની જાળવણીની સાથે અનેક રીતે આસપાસના લોકો માટે દરિયા કિનારે ઊભું થનારા વિશ્વનું સૌથી મોટું વન ઉપયોગી થશે તેઓ દાવો કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular