Saturday, March 15, 2025
Homeમનોરંજનકોરોનાથી સ્વસ્થ થયા તારક મહેતાના સુંદર, જુઓ VIDEO શેયર કરી શુ કહ્યું

કોરોનાથી સ્વસ્થ થયા તારક મહેતાના સુંદર, જુઓ VIDEO શેયર કરી શુ કહ્યું

- Advertisement -

લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના દર્શકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. શો માં સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણીને 11 માર્ચના રોજ કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગઈકાલના રોજ તેઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. અને સુંદરે કોરોનાથી સ્વસ્થ થયા બાદનો વિડીઓ શેયર કરાયો છે.

- Advertisement -

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના સુંદર થોડા દિવસ અગાઉ કોરોના પોઝીટીવ થયા હતા. અને તેઓ અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ગઈકાલના રોજ તેઓએ હોસ્પિટલના તમામ સ્ટાફ, ડોક્ટર,નર્સ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવા પણ જણાવ્યું હતું. મુંબઈથી શુટિંગ પૂરું કરીને આવ્યા બાદ અમદાવાદમાં તેઓએ કોરોનાનો રીપોર્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular