Tuesday, March 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકાએ ‘મેડ બાય ઇન્ડિયા’ કોવેક્સિનને મંજૂરી ન આપી

અમેરિકાએ ‘મેડ બાય ઇન્ડિયા’ કોવેક્સિનને મંજૂરી ન આપી

વધુ ડેટા સાથે અરજી કરવા ભારતીય વેક્સિન નિર્માતાને સલાહ

- Advertisement -

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને ઝટકો લાગ્યો છે. અમેરિકાએ આ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ઇનકાર કર્યો છે. કહેવાઇ રહ્યું છે કે, સંપૂર્ણ ડેટા ન હોવાને લીધે આ નિર્ણય લેવાયો છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ તેના અમેરિકી પાર્ટનર ઓક્યૂઝેન ઇંકને સલાહ આપી છે કે, તે ભારતીય વેક્સિનના ઉપયોગની મંજૂરી મેળવવા માટે વધુ ડેટા સાથે બાયોલોજિક્સ લાયસન્સ એપ્લીકેશન્સ હેઠળ ફરી અરજી કરે.

- Advertisement -

ઓક્યૂઝેનને કહ્યું કે, એફડીએની સલાહ અનુસાર કોવેક્સિન માટે બીએલએ દાખલ કરશે. બીએલએ, એફડીએની વ્યવસ્થા છે, જે હેઠળ દવાઓ અને રસીની મંજૂરી અપાય છે. આવામાં કોવેક્સિનને અમેરિકમાં મંજૂરી મળવામાં થોડો સમય લાગી શકે છે.

અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ન મળવાનો અર્થ એ નથી કે વેક્સિનમાં કોઇ ખામી છે. પરંતુ અમેરિકાની એફડીએ વેક્સિન ટ્રાયલના કેટલાક વધુ પરિણામો જોવા માગે છે. એફડીએ તે જાણવા માગે છે કે, આ વેક્સિન કેટલી સુરક્ષિત અને કારગર છે. ઉલ્લેખનીય છે કે, કોવેક્સિનને WHO દ્વારા પણ હાલ મંજૂરી મળી નથી.

ઓક્યૂઝેનના મુખ્ય કાર્યકારી અધિકારી અને સહ-સંસ્થાપક શંકર મુસુનુરીએ કહ્યું કે, અમે ઇયુએ અરજીને અંતિમ રૂપ આપવાની ખૂબ જ નજીક હતાં, પરંતુ FDAએ અમને બીએલએ દ્વારા અનુરોધ કરવાની સલાહ આપી છે. આનાથી વધુ સમય લાગશે, પરંતુ અમે કોવેક્સિનને અમેરિકામાં લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular