દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે જામનગર જિલ્લાના જોડિયા ખાતે કોંગ્રેસ પક્ષના જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ નાથાલાલ સી. સાવરિયા અને જોડિયા તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ મનોજભાઈ ભિમાણીની આગેવાની હેઠળ જોડિયા રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યકમમાં કોંગ્રેસના નેતાઓ અને પક્ષના તમામ સદસ્યોએ સહકાર આપ્યો હતો. બીજલભાઈ, ભરતસિંહ, મગનભાઈ, બાવલાભાઈ, ઝાલાભાઈ, અશોકભાઈ આહીર, બાબુભાઇ સરપંચ, કાનભાઈ વિઝરડા અને અન્ય કાર્યકતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.