Wednesday, September 11, 2024
Homeરાષ્ટ્રીયસ્કાયમેટે કહ્યું, ઓણ ચોમાસું સારૂં રહેશે

સ્કાયમેટે કહ્યું, ઓણ ચોમાસું સારૂં રહેશે

- Advertisement -

દેશમાં હવે જૂન માસથી પ્રારંભ થનારા નૈઋત્યના ચોમાસા અંગે એક બાદ એક સારા-સમાચાર આવવા લાગ્યા છે અને દેશની ખાનગી હવામાન એજન્સી ‘સ્કાયમેટ’ દ્વારા ચોમાસુ સામાન્ય રહેશે તેવી આગાહી કરી છે. દેશ એક તરફ ફુગાવા સામે લડી રહ્યો છે તે સમયે આ આગાહી રાહતની આશા આપશે.

- Advertisement -

જૂનથી સપ્ટેમ્બર દેશના 80% થી વધુ ભાગોમાં વરસાદ લાવતા આ નેઋત્યના ચોમાસા માટે સ્કાયમેટ દ્વારા લાંબા ગાળાની 102% એવરેજ આપી છે. 96થી104% વચ્ચે વરસાદ પડે તો ચોમાસુ સામાન્ય અને સંતોષકારક ગણાય છે. અગાઉ જ જાહેર થયુ હતું કે ભારતીય ચોમાસા પર અલનીનોનો પડછાયો નથી અને લા-નીનાના કારણે ચોમાસુ સારૂ રહેશે.

લા-નીનાના પ્રભાવમાં ચોમાસુ શક્તિશાળી બની રહે છે. સ્કાયમેટના મેનેજીંગ ડીરેકટર જતીન સિંઘે આજે આ પ્રથમ સતાવાર રિપોર્ટ બહાર પાડયો હતો. હવે આ માસના મધ્ય બાદ ભારતનું હવામાન ખાતુ નેઋત્યના ચોમાસા અંગે પ્રથમ સતાવાર આગાહી કરશે.

- Advertisement -

સ્કાયમેટના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ર્ચિમ અને ઉતર પશ્ચિમમાં પુરતો વરસાદ પડશે અને રેઈનફીડ ઝોનમાં આવતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જયાં ગત વર્ષ ઓછા ચોમાસાના કારણે અનેક ભાગોમાં દુષ્કાળની સ્થિતિ છે ત્યાં પણ પુરતો વરસાદ પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular