Friday, June 5, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી - VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી – VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજરોજ વૃક્ષારોપણ તથા 1 થી 16 વોર્ડના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોના રોપાઓનું નિ:શૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મેયર, કમિશ્નર, ક્લેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આજે 5 જૂન એટલેકે વિશ્વ પર્યાવરણ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ અંતર્ગત એક પેડ મા કે નામ સૂત્રને સાર્થક કરતાં વિશ્વ પર્યાવરણ દિનની આજરોજ ઉજવણી કરવામા આવી હતી. જામનગર મહાનગરપાલિકા ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર (વિસ્તરણ)ની કચેરીના સંયુક્ત ઉપક્રમે સિવિલ વેસ્ટ ઝોન, ક્ધટ્રીબ્યુશન લેન્ડ 43/પૈકી 1 ભીમાં વૂડ્સ પાસે વૃક્ષારોપણ તથા અહીં જ વૃક્ષ વિતરણને કાર્યક્રમ તથા પર્યાવરણપ્રેમીઓને પ્રતિવ્યક્તિ એક વૃક્ષના રોપાનું નિ:શૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમ મેયર મોનીકાબેન વ્યાસની અઘ્યક્ષતામાં યોજાયો હતો રાજ્યકક્ષાના મંત્રી અને જામનગર ઉત્તર ના ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ડે.મેયર રાકેશભાઈ ડેર, સ્ટે કમિટી ચેરમેન ધીરેન મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, શાસકપક્ષ નેતા અમર મોદી, કમિશ્નર દીપેશ કેડિયા, કલેકટર પી.બી.પંડ્યા, નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામ્યુકોના અધિકારીઓ મુકેશભાઈ વરણવા, ભાવેશભાઈ જાની, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, ઉપરાંત કોર્પોરેટરો, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.નઆ ઉપરાંત જામનગર મહાનગપાલિકા દ્વારા વિવિઘ વોર્ડમાં વૃક્ષ ના રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 3માં વિકાસ ગૃહ પાસે વૃક્ષ ના રોપા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેટર સુભાષભાઈ જોષી, પૂર્વ કો્પોરેટર જયેન્દ્ર સિંહ ઝાલા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular