Friday, June 5, 2026
Homeરાજ્યજામનગરએસટી બસને આંતરી ડ્રાઇવરને માર મારનાર ત્રણ શખ્સો ઝડપાયા

એસટી બસને આંતરી ડ્રાઇવરને માર મારનાર ત્રણ શખ્સો ઝડપાયા

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક એસટી બસને આંતરીને ચાલકને માર મારવાના બનાવમાં સીટી સી ડિવિઝન પોલીસે પાંચ શખ્સો પૈકીના ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ બે દિવસ પહેલા રાત્રીના સમયે જામનગર-દ્વારકા રૂટની એસટી બસ દ્વારકા જવા રવાના થઇ હતી ત્યારે દિગ્જામ સર્કલ ઓવર બ્રિજ પાસ કરતા ટ્રકને ઓવર ટે્રક કરવા જતાં એકસેસ ચાલકે બસ આડે એકસેસ રાખી ચાલકને માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. ત્યારબાદ એકસેસ ચાલકની મદદે કારમાં આવેલા ચાર અજાણ્યા સહિતના પાંચ શખ્સોએ એસટી બસના ચાલક સાથે ગાળો કાઢી ધમકી આપી બસનો કાચ પથ્થર મારી તોડી નાખ્યાના બનાવમાં પીઆઇ એન. બી. ડાભી, પીએસઆઇ કે.એચ. ચાવડા તથા આર.એલ. કંડોરીયા, તથા સ્ટાફના હે.કો. હર્ષદભાઇ પરમાર, રવીભાઇ બુઝડ, પો.કો. સિઘ્ધરાજસિંહ ચાવડા, રવીભાઇ ખુંટી, ખીમશીભાઇ ડાંગર, જયપાલસિંહ ડોડીયા, હાર્દિકભાઇ ગાગીયા સહિતના સ્ટાફે બાતમી અને ટેકનીકલ સોર્સની મદદથી દિપક મનસુખ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે લાલભા વિરેન્દ્રસિંહ સોઢા, રાહુલ સામજી ચાવડા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ અન્ય બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular