Friday, June 5, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવતીની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

જામનગરમાં યુવતીની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ગળેટુંપો ખાઇ જીંદગી ટુકાવ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગરમાં ધરારનગર-2 વિસ્તારમાં પાવર હાઉસની બાજુમાં રહેતા અને ઘરકામ કરતા સાહિદાબેન હુસેનભાઇ થઇમ (ઉ.વ.24) નામની યુવતીએ ગુરૂવારે રાત્રીના સમયે તેણીના ઘરે અગમ્ય કારણોસર રૂમના પંખામાં ચુંદડી વડે આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઇ મોહસીન દ્વારા જાણ કરતા હે.કો. ડી.એન. ત્રિવેદી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular