Thursday, September 12, 2024
Homeરાષ્ટ્રીયઉમેદવારે તમામ સંપત્તિની માહિતી આપવી જરૂરી નથી

ઉમેદવારે તમામ સંપત્તિની માહિતી આપવી જરૂરી નથી

- Advertisement -

લોકસભા ચૂંટણી સમયે જ ઉમેદવારોને એક મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે ચૂંટણી નોમીનેશન સાથે ઉમેદવાર તેની મિલ્કત-જવાબદારી અંગે સોગંદનામા દાખલ કરે છે તેમાં તેની તમામ સંપતિ અંગે માહિતી આપવાનું જરૂરી નથી અથવા તો ઉમેદવારની સંપતિની તમામ માહિતી જાણવાનો અધિકાર મતદારને નથી.

- Advertisement -

ઉમેદવારને તે મામલામાં તેની ગુપ્તતાનો અધિકાર છે જે સંપતિને તેની ઉમેદવારી સાથે કોઈ સંબંધ ન હોય તે જાહેર કરવી કે તેની પુરી માહિતી આપવી જરૂરી નથી. સર્વોચ્ચ અદાલતે 2019માં અરૂણાચલમાંથી ચુંટણી જીતેલા અપક્ષ ધારાસભ્ય કારીબો ક્રી ચૂંટણી વિજયને યોગ્ય ગણાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અનિરૂધ્ધ બોસ અને સંજયકુમારની ખંડપીઠે તેના ચૂકાદામાં જણાવ્યું કે, ઉમેદવારે તેના કે તેના આશ્રિતોની માલીકીની એ સ્થાયી સંપતિની માહિતી આપવાની જરૂર નથી કે તેનું કોઈ યોગ્ય કિંમત ન હોય કે તે ઉમેદવારના વૈભવી જીવનશૈલી દર્શાવતું હોય નહી પણ જો તેની ઉમેદવારી પર કોઈ મહત્વપૂર્ણ પ્રભાવ (અસર) પાડતા હોય તો તેવી સંપતિની માહિતી આપવી જરૂરી બનશે.ગુવાહાટી હાઈકોર્ટ 2019માં અરૂણાચલમાં ચુંટાયેલા આ ધારાસભ્યના ઉમેદવારીને રદ કરી હતી. તેઓની ચૂંટણી બાદ તેમના વિરુદ્ધ થયેલી અરજીમાં જણાવ્યું કે તેઓએ ચુંટણી ઉમેદવારી સમયે સોગંદનામામાં તેમના પત્ની અને પુત્રની માલિકીના ત્રણ વાહનોની માહિતી આપી ન હતી પણ સુપ્રીમ કોર્ટે તે ચૂકાદો રદ કરતા કહ્યું કે આ વાહનોની કિંમત નજીવી હતી અને તે કોઈ વૈભવ-વિલાસ નું પ્રતીક ન હતા. ઉપરાંત ઉમેદવારી પુર્વે જ જો આ પ્રકારના વાહનો વેચી નખાય કે ભેટમાં આપી દેવાય તો પછી તેની માલિકી પણ રહેતી નથી.

- Advertisement -

સુપ્રીમકોર્ટે એ પણ કહ્યું કે મતદારોની દ્રષ્ટિએ સાચા સાબિત થયા છે. ઉમેદવારોએ તેનું જીવન પણ દાવ પર લગાવવું એ જરૂરી નથી જે બાબત મતદારો માટે ચિંતાનો વિષય ન હોય તે મુદા પર તે ગુપ્તતાનો અધિકાર મેળવી શકે છે.સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે જે અસ્થાયી સંપતિ જે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવાતી હોય તેની માહિતી અપાય નહી તો તેમાં લોકપ્રતિનિધિત્વ ધારાનો કોઈ ભંગ થતો નથી. ઉમેદવારની કે તેના પત્ની-સંતાનોના કપડા- ફર્નિચર કે બુટ ચંપલ પણ તેની સંપતિ ભલે હોય પણ તે માહિતી મતદાર માટે મહત્વની નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular