ખંભાળિયાના શક્તિનગર વિસ્તારની રહીશ અને હાલ કેનેડા ખાતે રહેતી નંદીની ખીમાભાઈ રૂડાચ નામની યુવતીએ આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે તેમના કુટુંબી દાદા હરસુરભાઈ ખેરાજભાઈ રૂડાચની આત્મરક્ષક હથિયાર પરવાનાવાળી ડબલ બેરલ બારબોરની બંદૂક (અગ્નિશસ્ત્ર)માંથી ફાયરિંગ કરી અને તેનો વિડીયો ફેસબુકમાં અપલોડ કર્યો હતો.
આ અંગેની જાણ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસને થતાં કોન્સ્ટેબલ પબુભાઈ નાથાભાઈ માયાણીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે નંદીની ખીમાભાઈ રૂડાચ અને હરસુર ખેરાજભાઈ રૂડાચ (ઉ.વ. 53, રહે. શક્તિનગર) સામે હથિયારધારાની કલમ હેઠળ ગુનો નોંધી હથિયારધારક હરસુરભાઈ રૂડાચની અટકાયત કરી હતી.
દાદાના હથિયારમાંથી ફાયરીંગ કરનાર પૌત્રી અને દાદા વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારનો બનાવ : કેનેડા રહેતી પૌત્રીએ પાંચ વર્ષ પૂર્વે ફાયરીંગ કર્યું : આ ફાયરીંગનો વિડિયો ફેસબૂકમાં અપલોડ કર્યો : એસઓજી દ્વારા ગુનો નોંધી દાદાની અટકાયત