શાપર પાટીયા પાસે ઋષિરાજ હોટલનું ઉદઘાટન સંતો-મહંતો તથા મહાનુભાવોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
મોટી ખાવડીના અગ્રણી પ્રદિપસિંહ તથા ભરતસિંહના નવા સોપાન હોટલ ઋષિરાજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોટલનું ગઇકાલે શુક્રવારે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ચારણ જગદંબા આઈ શ્રી રૂપલ માં (રામપરા ગીર)ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન સમારોહમાં સામાજીક અગ્રણીઓ, મિત્રવર્તુળો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. અને પ્રદિપસિંહ તથા ભરતસિંહને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગને વિશેષ અને યાદગાર બનાવવા બદલ તમામ સ્નેહીજનો હોદ્દેદારો, સહકારી અને સામાજિક આગેવાનો તથા યુવા મિત્રોનો તેમણે આભાર વ્યકત કર્યો હતો. આ નવા સોપાનને લઇ તેમના પરિવારજનો તથા મિત્ર વર્તુળોએ હૃદયપૂર્વક આવકાર્યુ હતું.
View this post on Instagram


