જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસે આવેલી આર્યભગવતી સોસાયટીમાં રહેતાં અને મજુરી કામ કરતા બિહારના યુવાને જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, બિહારના બાંકા જિલ્લાના બેલહાર થાનાના બેલા ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસે આવેલી આર્યભગવતી સોસાયટીના રૂમ નંબર-24 માં રહેતા મજૂરી કામ કરતા હિતેશકુમાર ભગવાનસિંઘ રાજપૂત નામના યુવકે ગઈકાલે દિવસ દરમિયાન તેના રૂમમાં મજૂરી કામમાં મન લાગતુ ન હોય તેથી જિંદગીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના ભાઈ અમનકુમાર દ્વારા જાણ કરાતા હેકો એન.એલ. કાગડીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગેની તપાસ હાથ ધરી હતી.


