Friday, August 7, 2026
Homeરાજ્યજામનગર112 જન રક્ષકના ચાલકને ફડાકો ઝીંકી ફરજમાં રૂકાવટ

112 જન રક્ષકના ચાલકને ફડાકો ઝીંકી ફરજમાં રૂકાવટ

કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં હુમલો : વીડિયો ઉતારી ગાળો કાઢી : બંને શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી કાર્યવાહી : બે શખ્સોએ પાછળથી બાઈક ભટકાડયું : યુવાને ખર્ચના રૂપિયા ન આપ્યા : બન્ને શખ્સો દ્વારા હુમલો કરી ધમકી : પોલીસ દ્વારા જુદી જુદી બે ફરિયાદ નોંધી તપાસ

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં બાઈક અથડાવી યુવાનને માર મારી પૈસા નહીં આપતા પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવની જાણ થતા 112 જન રક્ષક વાહન સ્થળ પર પહોંચી ગયું હતું. જ્યાં પોલીસકર્મીનો મોબાઇલમાં વીડિયો ઉતારી બે શખ્સોએ ગાળાગાળી કરી ફડાકો ઝીંકી ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધી તેમજ હુમલાના બનાવમાં બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડનાકા બહાર બુરહાની પાર્ક પ્લોટ નંબર 48 માં રહેતાં બુરહાન મેટ્રનવાલા (ઉ.વ.31) નામનો યુવાનના બાઇક પાછળથી સોબાન ફારુક મકવા અને મુસ્તફા મહોમદ વજુગરા નામના બે શખ્સોએ બાઈક ભટકાડી બુરહાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી ફડાકા ઝીંકયા હતાં તેમજ આડેધડ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી અને ખર્ચના પૈસાની માંગણી કરતા બુરહાને પૈસા આપવાની ના પાડતા બન્ને શખ્સોએ બુરહાનને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બુરહાન દ્વારા બનાવની જાણ પોલીસમાં કરવામાં આવી હતી.

બનાવની જાણના આધારે જામનગર શહેરના પોલીસ હેડકવાર્ટરમાં રહેતાં નિલેશભાઈ ગોવિંદભાઈ અઘેરા (ઉ.વ.39) નામનો યુવાન 112 જન રક્ષકમાં ડ્રાઈવર કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક પ્લોટ નંબર 48 પાસે બનાવસ્થળે પહોંચ્યો હતોે જ્યાં મુસ્તફા મહોમદ વજુગરા અને હાજી મહોમદ વજુગરા નામના બે શખ્સોએ નિલેશ તેની ફરજ પર હતો ત્યારે બન્ને શખ્સોએ મોબાઇલ કાઢી તારું નામ શું છે ? બકલ નંબર કેટલા છે તેમ કહી મોબાઇલમાં વીડિયો ઉતારવા લાગ્યા હતાં અને ત્યારબાદ બંને શખ્સોએ પોલીસકર્મીને જેમફાવે તેમ ગાળો કાઢી ફડાકો ઝીંકી જોઇ લેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી ત્યારબાદ પોલીસકર્મીએ આ બંને શખ્સો વિરૂધ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં તેમજ પોલીસે બુરહાનના નિવેદનના આધારે સોબાન ફારુક મકવા અને મુસ્તુફા મહોમદ વજુગરા નામના બન્ને શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

ઉલ્લેખનીય બાબત છે કે, થોડા સમય અગાઉ પણ 112 જન રક્ષકના ડ્રાઈવરને હથિયાર બતાવી ધમકી આપ્યાનો બનાવ બન્યો હતો. આમ જામનગરમાં જન રક્ષક વાહનના ડ્રાઈવર સાથે બનાવોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular