જામનગર તાલુકાના અલિયા ગામમાં ફાટક પાસે કારમાં જામનગર તરફ જતા ઉપસરપંચની કારને આંતરીને એક શખ્સે જીઈબીમાં લાઈટની અરજી કરવાની બાબતનો ખાર રાખી ગાળો કાઢી બેઝબોલના ધોકા વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગ્રીનસિટી વિસ્તારમાં રહેતાં અને વેપારી પાર્થ પ્રકાશભાઈ હરિયાણી (ઉ.વ.30) નામના અલિયા ગામના ઉપસરપંચ યુવાન શુક્રવારે સાંજના સમયે તેની કારમાં અલિયાથી જામનગર તેના ઘર તરફ જતાં હતા ત્યારે અલિયા ગામના ફાટક પાસે પહોંચ્યા તે સમયે ઈમરાન જુણેજા નામના શખ્સે ઉપસરપંચની કાર આડે બાઈક રાખી આંતરી લીધો હતો ત્યારબાદ ઉપસરપંચ પાર્થને ‘જીઈબીમાં લાઈટની અરજી કેમ કરે છે ?’ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી બેઝબોલના ધોકા વડે આડેધડ માર મારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ માર માર્યા બાદ મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા ઉપસરપંચ પાર્થને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બનાવની જાણના આધારે પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઉપસરપંચના નિવેદનના આધારે ઈમરાન જુણેજા વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
View this post on Instagram


