Friday, September 13, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છમોરબી પોલીસે રૂા. 72 લાખથી વધુ નો દારૂનો જથ્થો ઝડપ્યો

મોરબી પોલીસે રૂા. 72 લાખથી વધુ નો દારૂનો જથ્થો ઝડપ્યો

હરિયાણાના અંબાલાથી કચ્છ ટ્રકમાં લઇ જવાતો હતો દારૂનો જથ્થો : એક શખ્સ ઝડપાયો : અન્ય બે શખ્સો અને માલ મંગાવનારની શોધખોળ

- Advertisement -

હરિયાણાથી કચ્છ લઇ જવાતો દારૂનો જથ્થો મોરબી પોલીસે ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચ મોરબીએ રૂ.66,02,400 ની કિંમતની 23,820 નંગ દારૂની બોટલ તથા રૂા.6,72,000 ના 6700 નંગ બીયરના ટીન સહિત કુલ રૂા.1,07,92,790 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી હોય રાજ્યની બોર્ડરો ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ ગોઠવી છે. ત્યારે મોરબી એલસીબી પોલીસ ચેકીંગમાં હોય આ દરમિયાન ભરોડ તરફથી એક ટ્રક ભરીને અંગે્રજી દારૂનો જથ્થો આવતો હોવાની એલસીબીના હેકો સુરેશભાઈ હંબલ, વિક્રમભાઈ કુગશિયા, ભગીરથસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડને મળેલી બાતમીના આધારે મોરબીના પીઆઇ રાહુલ ત્રીપાઠીની સુચના અને એલસીબી પીઆઈ એમ.પી. પંડયા, પીએસઆઇ કે.એચ. ભોચિયા, એેએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા અણિયારી ટોલનાકા પાસે ચેકિંગ હાથ ધર્યુ હતું. જે દરમિયાન આર.જે.52.જીએ.4919 નંબરનો ટ્રક ટ્રેઈલર ત્યાંથી પસાર થતા તેમાં ચેકિંગ હાથ ધરતા રૂા. 66,02,400 ની કિંમતની 23,820 નંગ દારૂની બોટલ તથા રૂા. 672000 ની કિંમતના 6700 નંગ બીયરના ટીન સાથે મોહીન્દરસીંગ રસલસીંગ નામના શખ્સને ઝડપી લીધો હતો અને રૂા.72,74,400 ની કિંમતનો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા. 1,07,92,790 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ અરમેશ બાબુ, બીટુભાઈ તથા માલ મંગાવનાર સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

પકડાયેલ ટ્રક ટ્રેઇલરના ડ્રાઈવરે હરિયાણાના અંબાલાથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં આ દારૂનો જથ્થો ઘુસાડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular