Thursday, September 12, 2024
Homeરાજ્યઓખા-ગોરખપુર એક્સપ્રેસ પુન:સ્થાપિત, ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ પુન:સ્થાપિત, ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

- Advertisement -

પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સ ના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ, જે અગાઉ 12 મે, સુધી રદ કરવામાં આવી હતી, તે હવે રદ થવાને બદલે આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

- Advertisement -

ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ તા. 14.04.2024, તા. 21.04.2024, તા.28.04.2024, તા.5.05.2024 અને તા.12.05.2024 ના રોજ અને ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ તા.11.04.2024, તા.18.04.2024, તા.25.04.2024, તા.02.05.2024 અને તા.09.05.2024 ના રોજ રદ થવાને બદલે, તે હવે આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા મકસી, ગુના અને ગ્વાલિયર થઈને પર દોડશે. આ ટ્રેનો જ્યાં નહીં જાય તેમાં અશોક નગર, મુંગાવલી, બીના અને વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશનનો સમાવેશ થાય છે.
મુસાફરો આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular