Tuesday, October 8, 2024
Homeરાજ્યગુજરાતહાલારના પાંચ પીઆઇ તથા બે પીએસઆઇની બદલી

હાલારના પાંચ પીઆઇ તથા બે પીએસઆઇની બદલી

રાજ્યના 47 પીઆઇ અને 127 પીએસઆઇની બદલીઓ : જામનગરના પીઆઇ એમ.એન. ચૌહાણ, બી.એમ. કાતરીયા, આર.એમ. રાઠવા તથા પીએસઆઇ એમ.પી.ચાવડાની બદલી

- Advertisement -

રાજ્યમાં ગઇકાલે પોલીસ વિભાગમાં બદલીઓના ઓર્ડરો થયા હતા. જેમાં હાલારના પાંચ પીઆઇ સહિત રાજ્યના 47 જેટલા પીઆઇની બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત હાલારના બે સહિત રાજ્યના 127 જેટલા પીએસઆઇની પણ બદલીનો ગંજીપો ઝીંકાયો હતો.

- Advertisement -

ગુજરાત રાજયના પોલીસ મહાનિરીક્ષણ બ્રજેશકુમાર ઝા દ્વારા ગઇકાલે રાજયના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરો (પીઆઇ) તેમજ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પીઆઇ)ની બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા હતા. જેમાં 47 જેટલા પીઆઇની બદલી થઇ હતી. જામનગરમાં ફરજ બજાવતાં પીઆઇ એમ.એન. ચૌહાણની છોટા ઉદેપુર, જામનગરના પીઆઇ બી.એમ. કાતરીયા તથા આર.એમ. રાઠવાની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના પીઆઇ કે.બી. યાજ્ઞિકની સીઆઇડી ક્રાઇમમાં અને એ.એમ. પટેલની જી-1 શાખા (ડીજીપી ઓફિસ) ખાતે બદલી કરવામાં આવી હતી. જયારે સીઆઇડી ક્રાઇમના જે.જે. ચૌહાણની દેવભૂમિ દ્વારકા ખાતે મૂકવામાં આવ્યા હતા.

આ ઉપરાંત રાજયમાં 127 જેટલા પીએસઆઇની પણ બદલીઓ થઇ હતી. જેમાં જામનગરના ચાવડા મહેન્દ્ર પરસોત્તમભાઇની મોરબી ખાતે તથા દેવભૂમિ દ્વારકાના નોયડા રોશનબેન અલીમાદભાઇની ઇન્ટેલીજન્સ બ્યુરોમાં બદલી કરવામાં આવી હતી. જયારે ભાવનગરના બાર રોહનભાઇની જામનગર ખાતે તેમજ રાજકોટ ગ્રામ્યના ઝાલા ભદ્રરાજસિંહ, સુરેન્દ્રનગરના જાડેજા કૃષ્ણસિંહની પણ જામનગર ખાતે બદલી કરાઇ હતી. તેમજ રાજકોટ શહેરના ચુડાસમા તેજલને દેવભૂમિ દ્વારકા ખાતે મૂકવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular