Tuesday, April 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં લોકોના ઉત્સાહ અને કાર્યકર્તાઓના જુસ્સા સાથે ભાજપના વોર્ડ કાર્યાલય ધમધમવા...

જામનગર શહેરમાં લોકોના ઉત્સાહ અને કાર્યકર્તાઓના જુસ્સા સાથે ભાજપના વોર્ડ કાર્યાલય ધમધમવા લાગ્યા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા 16 વોર્ડની 64 બેઠકોની ચૂંટણીનો પ્રચાર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં ચલાવાઈ રહ્યો છે અને ભાજપના અન્ય વોર્ડના કાર્યાલય શરૂ કરી દેવામાં આવ્યા છે. જે તમામ વોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટનના કાર્યક્રમોમાં જામનગરના સ્થાનિક આગેવાનો વેપારીઓ તબીબો વકીલો અને ખાસ કરીને વોર્ડના યુવા મતદાર ભાઈઓ-બહેનો વિશાળ સંખ્યામાં હાજરી આપી રહ્યા છે, અને ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા સૌ સ્થાનિક રહેવાસીઓએ ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય અપાવવાનો સંકલ્પ કર્યો છે. ભાજપા દ્વારા ફરીથી સત્તા હાંસલ કરવા માટે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ તથા શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા અને અન્ય હોદ્ેદારોના નેજા હેઠળ 64 બેઠકોમાં વિજય મેળવવા માટે મહાપાલિકાના 16 વોર્ડમાં કાર્યાલયો ખોલીને આ વિસ્તારોમાં ઘરે-ઘરે ફરી પ્રચાર પ્રસાર અભિયાનને તેજ કરી દેવામાં આવ્યું છે કેમ કે હવે મતદાનને ગણતરીના દિવસો રહ્યા હોય તેથી ચૂંટણી પ્રચાર પૂરજોશથી કરવામાં આવી રહ્યો છે. તમામ વોર્ડના ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા આ મહાપાલિકાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. બે દાયકા કરતા વધુ સમયથી સત્તામાં રહેલા ભાજપાને ફરીથી સત્તા મેળવવામાં સરળતા રહેશે કેમ કે મુખ્ય વિરોધ પક્ષમાં કોંગે્રસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો. તેથી ભાજપાને ફરીથી વિજય મેળવવામાં વધુ મહેનત કરવી નહીં પડે.

- Advertisement -

વોર્ડ નંબર 10

- Advertisement -

 

 

- Advertisement -

 

 

 

 

 

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારીસ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ કેબિનેટમંત્રી આર.સી.ફળદુ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા હાજર રહ્યા હતા. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ હાજર રહેલી વિશાળ જનમેદનીને વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર પાર્થ હસમુખભાઈ જેઠવા, મુકેશભાઈ ગાંગજીભાઈ માતંગ, આશાબેન નટવરભાઈ રાઠોડ અને ક્રિષ્નાબેન કમલેશભાઈ સોઢાને વિજયી બનાવવા હાકલ કરી હતી, અને સૌ હાજર લોકોએ ચારેયને જંગી બહુમતીથી ચૂંટી કાઢવાનો સંકલ્પ કર્યો હતો. વોર્ડ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમને સફળ બનાવવા માટે વોર્ડ પ્રમુખ રાજેશભાઈ નાનાણી, મહામંત્રી કૈલાશભાઈ જેઠવા, અને દિનેશભાઈ ચૌહાણે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે વોર્ડના પ્રભારી પી.ડી.રાયજાદા, પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ દાસાણી અને વોર્ડ ઇન્ચાર્જ જયેશભાઈ જેઠવા હાજર રહ્યા હતા.

વોર્ડ નંબર 11

 

 

 

 

 

 

 

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના ચૂંટણી કાર્યાલય ને ગુજરાત પ્રદેશ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ કાર્યાલય શુભારંભ પ્રસંગે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિમલ કગથરા અને માજી સાંસદ ચંદ્રેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ કાર્યાલયના ઉદ્ઘાટનને સફળ બનાવવા માટે વોર્ડ પ્રમુખ લાલજીભાઈ નકુમ, મહામંત્રી પ્રવીણભાઈ પરમાર અને હરપાલસિંહ જાડેજા એ જહેમત ઉઠાવી હતી. તેમજ આ પ્રસંગે સંજયભાઈ ચુડાસમા, પૂર્વ અધ્યક્ષ હિતેનભાઈ ભટ્ટ અને ભાજપ અગ્રણી હરુભા જાડેજા હાજર રહ્યા હતા. જે તમામને વોર્ડ નંબર 11ના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી ચુંટી કાઢવા અપીલ કરતાં હાજર રહેલા તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક રહેવાસીઓએ ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટેનો નિર્ધાર કર્યો હતો.

વોર્ડ નંબર 12

 

 

 

 

 

 

 

 

વોર્ડ નંબર 12માં ભારતીય જનતા પાર્ટી વતી ઉમેદવારી કરી રહેલા રઉફભાઈ ગઢડકાઇ, એજાજ ભાઈ હાલા, અંજલીબેન પરમાર, તેમજ સોનલ બેન રાઠોડના પ્રચારાર્થે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, તેમ જ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભમાં જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિમલ કગથરા તેમજ પૂર્વ પ્રમુખ અને મુખ્ય ચૂંટણી ઇન્ચાર્જ હસમુખભાઈ હિંડોચા, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા વગેરે ઉપસ્થિત થયા હતા. ઉપરાંત વોર્ડના પ્રભારી અનીલભાઈ ગોસાઈ, પ્રમુખ રઉફભાઈ ગઢકાઇ, મહામંત્રી બીપીન ભાઈ ચૌહાણ, દિપેનભાઇ નકુમ, ઉપપ્રમુખ સાદીકભાઈ ગઢકાઇ અને હનીફભાઈ બ્લોચ, સલીમભાઈ સમા, હુશેનભાઈ કપાસી, સતવારા સમાજના ટ્રસ્ટીગણ તથા યુવા ગ્રુપ પ્રકાશભાઈ રાઠોડ, ભાવેશભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ચારેય ઉમેદવારોને જંગી બહુમતિથી ચુંટી કાઢવા અપીલ કરી હતી.

વોર્ડ નંબર 15

 

 

 

 

 

 

 

 

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન 5, નવતનપુરીધામ ખીજડા મંદિરના સ્વામી લક્ષ્મણદેવજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ તેમજ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા અને લાલજીભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ પ્રમુખ જયેશભાઈ ઢોલરીયા, મહામંત્રી શંકરભાઈ ખીમસુરીયા અને ભરતભાઈ પરમારે કાર્યક્રમને સફળ બનાવવા વિજય માટે જહેમત ઉઠાવી હતી. આ કાર્યાલયના શુભારંભ પ્રસંગે અશોકભાઈ વશિયર, પૂર્વ મેયર ડો. અવિનાશ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ચારેય ઉમેદવારોને જંગી લીડ અપાવવા માટે હાકલ કરી હતી.

વોર્ડ નંબર 16

 

 

 

 

 

 

 

 

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવારો વિનોદભાઈ નાથાભાઈ ખીમસુરીયા, પાર્થ પરસોત્તમભાઈ કોટડીયા, ગીતાબા મહાવીરસિંહ જાડેજા અને ભારતીબેન અશોકભાઈ ભંડેરીના ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘઘાટન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ કર્યું હતું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અધ્યક્ષ ડો. વિમલ કગથરા અને પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ નિલેશસિંહ જાડેજા, મહામંત્રી ધનજીભાઈ કછટીયા અને યોગેશભાઈ ભટ્ટે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી તેમજ ભાજપના અગ્રણી એવા શૈલેષભાઈ મારૂ, મુકેશભાઈ લાલવાણી, લાલન ભાઈ સોલંકી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે હાકલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular