Monday, November 29, 2021
Homeરાજ્યજામનગરજામનગરમાં કાલાવડ નાકા બહાર રાત્રિના સમયે દંપતી ઉપર હુમલો

જામનગરમાં કાલાવડ નાકા બહાર રાત્રિના સમયે દંપતી ઉપર હુમલો

પાંચથી છ અજાણ્યા શખ્સોએ આડેધડ ઘા ઝીંકયા : જૂની અદાવતના કારણે હુમલાની શકયતા : પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ

- Advertisement -


જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમનચમન સોસાયટી નજીક પસાર થતા પરિવાર ઉપર પાંચથી છ જેટલા અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત દંપતીના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન ચમન સોસાયટી નજીક આદર્શ પૂલ પાસેથી પસાર થતા દંપતી અને બે વર્ષના બાળકને રાત્રિના સમયે પાંચથી છ જેટલા અજાણ્યા શખ્સોએ આંતરીને આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.

એકાએક થયેલા હુમલાથી દંપતી અવાચક થઈ ગયું હતું અને હુમલામાં પતિ-પત્ની અને બાળકને ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરો રાત્રિના અંધારામાં પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ પતિ-પત્ની અને બાળકને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને દંપતી અને બાળક ઉપર હુમલો કરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધવા તેમજ શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular